ભા.જ.પ.ના પોસ્ટરો પર ચોકડી! જૂની પેન્શન યોજનાની માંગ

14 September 2022 05:32 PM
Gujarat Politics
  • ભા.જ.પ.ના પોસ્ટરો પર ચોકડી! જૂની પેન્શન યોજનાની માંગ

વિધાનસભાની ચુંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રાજય સરકારનાં જ કર્મચારીઓનો વિરોધ સૂચક

વિધાનસભાની ચુંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે વિવિધ રાજકીય પક્ષો હવે પ્રચારબાજીમાં લાગી ગયા છે. પોતાની સિદ્ધિઓ અને વચનોની ભરમાર કરવા લાગ્યા છે.

હાલમાં જ ભાજપ સરકાર દ્વારા વંદે વિકાસ યાત્રા શરૂ કરી છે. અને રાજકોટમાં ઠેર ઠેર સરકારની સિદ્ધિઓના ગુણગાન દર્શાવતા હોર્ડિગ્સ બેનરો લગાવ્યા છે. આવા હોર્ડિગ્સ, બેનરો શહેરના બહુમાળી ભવન પાસે રેસકોર્સ ચોકમાં આવેલ સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યુ પાસે પણ લગાવાયા છે.

ત્યારે છેલ્લા ઘણા સમયથી સરકારની અન્યાયી નિતીનો ભોગ બની રહેલા રાજય સરકારના જ કર્મચારીઓએ ભાજપના આવા પોસ્ટરો ઉપર ચોકડી મારી જૂની પેન્શન યોજના લાગુ કરવાના સુત્રો લખી દીધા છે. જે બાબત ઘણી સુચક છે. (તસવીર: દેવેન અમરેલીયા)


Related News

Advertisement
Advertisement
Advertisement