ગોવાના મુખ્યમંત્રીનો કટાક્ષ : ‘કોંગ્રેસ છોડો-ભાજપ કો જોડો’ યાત્રા

14 September 2022 05:45 PM
India Politics
  • ગોવાના મુખ્યમંત્રીનો કટાક્ષ : ‘કોંગ્રેસ છોડો-ભાજપ કો જોડો’ યાત્રા

ગોવા કોંગ્રેસના આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાતા રાજ્યના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે એવો વેધક કટાક્ષ કર્યો હતો કે કોંગ્રેસે હવે ભારત જોડો નહીં પરંતુ કોંગ્રેસ છોડો યાત્રા કરવી જોઇએ. કોંગ્રેસ છોડો-ભાજપ કો જોડો તેવો નારો આપ્યો હતો. કોંગ્રેસ સાથે છેડો ફાડનારા વિપક્ષી માઇકલ લોબોએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી પ્રમોદ સાવંતના હાથ મજબૂત કરવા માટે ભાજપમાં સામેલ થયા છીએ.

રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રાએ નીકળ્યા છે તેવા સમયે જ કોંગ્રેસને આ જોરદાર રાજકીય ઝટકો લાગતા વિપક્ષો આકરી ટિપ્પણી કરવા લાગ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ગોવામાં તો કોંગ્રેસ છોડો યાત્રા શરુ થઇ જ ગઇ છે. સમગ્ર દેશમાં લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઇ રહ્યા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement