ભારત પ્રવાસ પહેલાં જ ઑસ્ટ્રેલિયાને તગડો ઝટકો: સ્ટાર્ક-સ્ટોઈનિસ-માર્શ ટી-20 શ્રેણીમાંથી બહાર

15 September 2022 12:06 PM
Sports
  • ભારત પ્રવાસ પહેલાં જ ઑસ્ટ્રેલિયાને તગડો ઝટકો: સ્ટાર્ક-સ્ટોઈનિસ-માર્શ ટી-20 શ્રેણીમાંથી બહાર

20 સપ્ટેમ્બરથી શ્રેણી શરૂ થાય તે પહેલા જ ટીમ ઑસ્ટ્રેલિયા ભીંસમાં: નાથન એલિસ, ડેનિયલ સેમ્સ અને સીન અબૉટને મળ્યું સ્થાન

નવીદિલ્હી, તા.15
ભારત પ્રવાસ પહેલાં ઑસ્ટ્રેલિયા ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટી-20 વર્લ્ડકપ પહેલાં ટીમ ત્રણ ટી-20 મેચ રમવા માટે ભારત આવી રહી છે જેની શરૂઆત 20 સપ્ટેમ્બરથી થશે. આ પ્રવાસમાં ઑસ્ટ્રેલિયન ટીમનો વિસ્ફોટક બેટર ડેવિડ વોર્નર પહેલાંથી જ હટી ચૂક્યો હતો પરંતુ હવે વધુ ત્રણ ખેલાડી ઈજાને કારણે પ્રવાસમાંથી બહાર થઈ ગયા છે.

જે ત્રણ ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે તેમાં ફાસ્ટ બોલર મીચેલ સ્ટાર્ક, ઑલરાઉન્ડર મીચેલ માર્શ અને માર્કસ સ્ટોઈનિસ સામેલ છે. આ ત્રણેયના સ્થાને ટીમમાં નાથન એલિસ, ડેનિયલ સેમ્સ અને સીન અબોટને સામેલ કરવામાં આવ્યો છે. જો કે ત્રણેય ખેલાડીઓની ઈજા મામૂલી છે પરંતુ ભારતમાં છ દિવસની અંદર ત્રણ અલગ-અલગ શહેરોમાં ત્રણ મેચની યાત્રા ઉપરાંત આગામી ટી-20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખી ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ આ નિર્ણય લીધો છે. ઑસ્ટ્રેલિયા પોતાના ટી-20 વર્લ્ડકપ અભિયાનની શરૂઆત 22 ઑક્ટોબરે એમસીજીમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ કરશે.

માર્શ અને સ્ટોઈનિસની ઈજા ઝીમ્બાબ્વે અને ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ઑસ્ટ્રેલિયાના ઉત્તરી ક્વીન્સલેન્ડ ગ્રાઉન્ડ પર રમાયેલી વન-ડે મેચ દરમિયાન સામે આવી હતી જ્યારે સ્ટાર્ક સિડનીમાં ઘૂંટણના સ્કેન બહાર ઈજાગ્રસ્ત જણાતાં બહાર થઈ ગયો છે. માર્કસ સ્ટોઈનિસની ગેરહાજરીમાં ટીમ ડેવિડને ફિનિશર તરીકે ડેબ્યુ કરવાની તક મળી શકે છે જ્યારે માર્શના ન હોવાથી ટીમના બેટિંગક્રમમાં ફેરફાર આવી શકે છે. સ્ટીવ સ્મિથ ત્રણ નંબર પર બેટિંગ કરી શકે છે. જો કે આ નંબર પર કેમરુન ગ્રીનને પણ તક મળી શકે છે. વોર્નરની ગેરહાજરીમાં આરોન ફિન્ચ સાથે જોશ ઈંગ્લીશ ઈનિંગની શરૂઆત કરી શકે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement