પાકિસ્તાન ગયા બાદ પણ ‘સખણો’ ન રહ્યો આસીફ અલી: હવે ચાહક સાથે કરી ભેજામારી !

15 September 2022 12:08 PM
Sports
  • પાકિસ્તાન ગયા બાદ પણ ‘સખણો’ ન રહ્યો આસીફ અલી: હવે ચાહક સાથે કરી ભેજામારી !

એશિયા કપમાં અફઘાની ખેલાડી ઉપર બેટ ઉપાડી લેનાર આસીફ અલી ‘મવાલીગીરી’ બંધ કરવાનું નામ જ નથી લેતો

નવીદિલ્હી, તા.15 : એશિયા કપના ફાઈનલમાં શ્રીલંકા સામે મળેલા કારમા પરાજય બાદ પાકિસ્તાની ટીમ સ્વદેશ પહોંચી ગઈ છે. પાકિસ્તાન પાસે 10 વર્ષ બાદ એશિયા કપ જીતવાની તક હતી પરંતુ તે આવું કરી શકી નહોતી. ફાઈનલમાં મળષલા પરાજય બાદ પાકિસ્તાન ટીમના ચાહકોમાં ઘોર નિરાશા વ્યાપી ગઈ છે. આવામાં ખેલાડીઓને ચુસ્ત સુરક્ષા વચ્ચે યુએઈથી પાકિસ્તાન પહોંચાડવામાં આવ્યા હતા. આ દરમિયાન ટીમના ઑલરાઉન્ડર આસિફ અલીએ ફરીવાર પોત પ્રકાશ્યું હોય

તેવી રીતે એશિયા કપમાં અફઘાનિસ્તાનના ખેલાડી ફરીદ અહમદ જેવી જ મગજમારી એક ક્રિકેટરસિક સાથે કરી બેઠો હતો. આસિફ જ્યારે એરપોર્ટમાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે અમુક ચાહકો તેની સાથે સેલ્ફી માટે જિદ્દ કરવા લાગ્યા પરંતુ ત્યારે તેણે એક ફેન્સ સાથે માથાકૂટ કરી લીધી હતી. આસિફની આ હરકતનો વીડિયો સોશ્યલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે એશિયા કપમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ સુપર-4 મુકાબલામાં આસિફ અલીએ પોતાનો પિત્તો ગુમાવ્યો હતો. મેચમાં અફઘાનિસ્તાનના બોલર ફરીદ અહમદને મારવા માટે તેણે બેટ ઉગામ્યું હતું

જેના કારણે ખૂબ જ વિવાદ થયો હતો. આ મેચમાં અફઘાને 129 રન બનાવ્યા હતા. જવાબમાં લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાન ટીમની હાલત અફઘાની બોલરોએ પાતળી કરી નાખી હતી. મેચ ઉપર અફઘાને સંપૂર્ણ પકડ બનાવી લીધી હતી. આ દરમિયાન આસિફ અલી ઝડપથી રન બનાવવાની કોશિશમાં અહમદની ઓવરમાં પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. આઉટ થયા બાદ જ્યારે તે પેવેલિયન પરત ફરતો હતો ત્યારે ફરિદ અહમદ સાથે બાખડ્યો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement