ટી-20 વર્લ્ડકપ માટે વિન્ડિઝ ટીમ જાહેર: રસૈલ-નરૈન-ગેલ ‘આઉટ’

15 September 2022 12:12 PM
Sports
  • ટી-20 વર્લ્ડકપ માટે વિન્ડિઝ ટીમ જાહેર: રસૈલ-નરૈન-ગેલ ‘આઉટ’

બન્ને ખેલાડીઓ આઉટ ઑફ ફોર્મ હોય ટીમમાં સ્થાન ન અપાયું: નિકોલસ પુરન સંભાળશે ટીમની કમાન

નવીદિલ્હી, તા.15
ઑસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડકપ માટે વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમનું એલાન કરી દેવામાં આવ્યું છે. વેસ્ટ ઈન્ડિઝની 15 ખેલાડીઓની ટીમમાં તોફાની ઑલરાઉન્ડર આંદ્રે રસેલ અને મિસ્ટ્રી સ્પીનર સુનિલ નરૈનને સામેલ કરવામાં આવ્યા નથી. બન્ને ક્રિકેટરો ટી-20ના સ્પેશ્યાલિસ્ટ છે.

વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર ડેસમંડ હેન્સે કહ્યું કે આંદ્રે રસેલને ટીમમાં એટલા માટે પસંદ કરવામાં નથી આવ્યો કેમ કે તાજેતરના દિવસોમાં તેનું પ્રદર્શન સારું નથી. જ્યારે સુનિલ નરૈનની પસંદગી શા માટે નથી કરાઈ તેનો ખુલાસો નથી કરવામાં આવ્યો. રસેલે 6 નવેમ્બર-2021 બાદથી વિન્ડિઝ માટે કોઈ ટી-20 મેચ રમી નથી. તેના પહેલાં પણ તેનું પ્રદર્શન કશું ખાસ રહ્યું નહોતું.

રસેલે 67 મેચમાં 19.50ની અત્યંત સાધારણ સરેરાશથી 741 રન બનાવ્યા છે. જ્યારે બેટિંગમાં તેનો બેસ્ટ સ્કોર 51 રન છેતો બોલિંગમાં તેણે કુલ 39 વિકેટ લીધી છે. આવી જ રીતે 34 વર્ષીય નરૈનને 6 ઑગસ્ટ-2019 બાદથી કોઈ ટી-20 મેચ રમી નથી. તેણે આ ટીમ માટે 51 ટી-20 મેચમાં 52 વિકેટ મેળવી હતી અને તેનું બેસ્ટ પ્રદર્શન 12 રન આપીને ચાર વિકેટ રહ્યું હતું. પાછલા વર્ષે ટી-20 વર્લ્ડકપ રમનારા ક્રિસ ગેઈલને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. ગેલે વિન્ડિઝ માટે ટી-20 વર્લ્ડકપ-2021 બાદથી કો, મેચ રમી નથી. આ વર્લ્ડકપમાં ટીમની કમાન નિકોલસ પૂરન સંભાળશે.

વર્લ્ડકપ માટે વિન્ડિઝ ટીમ
નિકોલસ પુરન (કેપ્ટન), રોવમેન પૉવેલ (વાઈસ કેપ્ટન), યાનિક કરિયાહ, જૉન્સન ચાર્લ્સ, શેલ્ડન કોટ્રેલ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, અકીલ હુસૈન, અલ્ઝારી જોસેફ, બ્રેન્ડન કિંગ, એવિન લુઈસ, કાઈલ મેયર્સ, ઓબેન મૈકોય, રેમન રીફર, ઑડિયન સ્મિથ.


Related News

Advertisement
Advertisement
Advertisement