ક્રિકેટરસિકોને જરા પણ પસંદ ન પડી ‘ધ હન્ડ્રેડ’ ટૂર્નામેન્ટ: 62% લોકોએ કહ્યું, મજા નથી આવી !

15 September 2022 12:18 PM
Sports
  • ક્રિકેટરસિકોને જરા પણ પસંદ ન પડી ‘ધ હન્ડ્રેડ’ ટૂર્નામેન્ટ: 62% લોકોએ કહ્યું, મજા નથી આવી !

ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા કરાવાયેલા સર્વેમાં નીકળ્યા રસપ્રદ તારણો

નવીદિલ્હી, તા.15 : ક્રિકેટ સપોર્ટર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવેલા એક સર્વેના પરિણામોને માનવામાં આવે તો લગભગ બે તૃતિયાંશ ક્રિકેટરસિકો 100 બોલની ટૂર્નામેન્ટ મતલબ કે ‘ધ હન્ડ્રેડ’ને પસંદ કરી રહ્યા નથી. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી) દ્વારા ક્રિકેટ માટે નવા સમર્થકોને આકર્ષિત કરવા શરૂ કરવામાં આવેલી ટૂર્નામેન્ટ ‘ધ હન્ડ્રેડ’ને સર્વેમાં ભાગ લેનારા લોકો દ્વારા રમતના તમામ ફોર્મેટમાં સૌથી ઓછી લોકપ્રિય ગણવામાં આવી છે.

ધ ક્રિકેટરના અહેવાલ પ્રમાણે 62% લોકોએ કહ્યું કે તેને આ ટૂર્નામેન્ટથી જરા પણ આનંદ મળી રહ્યો નથી જ્યારે 11%થી વધુ લોકોએ કહ્યું કે આ તો ન સુખદ છે કે ન તો બહુ ખરાબ. આવી જ રીતે માત્ર 27% લોકોએ કહ્યું કે તેને આ ટૂર્નામેન્ટ પસંદ પડી છે. તુલનાત્મક રીતે 98% લોકોએ કહ્યું કે તેમને ટેસ્ટ ક્રિકેટ જ પસંદ પડી રહ્યું છે. માત્ર 1% લોકોએ કહ્યું કે ટેસ્ટ ક્રિકેટ આનંદદાયક નથી.

આ સર્વેને ઈસીબી દ્વારા જ કરાવવામાં આવ્યો હતો જે પૂર્ણ થવામાં લગભગ 25 મિનિટ લાગી હતી અને આવું 3704 વખત કરવામાં આવ્યું હતું. સર્વેના પરિણામો બાદ ખુલાસો થયો છે કે માત્ર 10% ક્રિકેટરસિકો જ અત્યારના શેડ્યુલથી સંતુષ્ટ છે પરંતુ 60%એ માન્યું કે અત્યારે વધુ પડતું ક્રિકેટ રમાઈ રહ્યું છે. ત્યાં સુધી કે લોકોએ કાઉન્ટી ચેમ્પિયનશિપ અને ટી-20 બ્લાસ્ટ ટૂર્નામેન્ટને પસંદ કરી છે પરંતુ ધ હન્ડ્રેડ તેમને જરા પણ ગમી નથી.


Related News

Advertisement
Advertisement
Advertisement