ડેન્ગ્યુ: 1% ગંભીર અને 99% ગભરાટ

15 September 2022 03:02 PM
Health
  • ડેન્ગ્યુ: 1% ગંભીર અને 99% ગભરાટ

ડેન્ગ્યુએ ફરી માથું ઊંચક્યું છે. હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. એ પાછળનું મુખ્ય કારણ લોકોમાં ડેન્ગ્યુ અંગેની સાચી માહિતીનો અભાવ છે. ડેન્ગ્યુનાં મચ્છર ગમે ત્યારે કરડે છે. ડેન્ગ્યુમાં જે મચ્છર કરડે છે એ એડીસ મચ્છર હોય છે. આ મચ્છર સામાન્ય રીતે ગંદકી, પાણી અને ઠંડકમાં જોવા મળે છે. આજે મચ્છર કરડ્યું એટલે બીજા દિવસે ડેન્ગ્યુ થઇ જાય એવું નથી. એક વખત મચ્છર કરડે તેના પાંચથી છ દિવસ પછી અને વધુમાં વધુ દસ દિવસ દરમિયાન ડેન્ગ્યુ થાય છે. જો વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધારે હોય તો મચ્છર કરડ્યાં પછી ડેન્ગ્યુ થતાં દસ દિવસ લાગે છે અને ઓછી હોય તો પાંચ દિવસમાં ડેન્ગ્યુનાં લક્ષણો દેખાવા લાગે છે.

ઘરમાં એક સભ્યને ડેન્ગ્યુ થાય એટલે અન્ય સભ્યોને પણ ડેન્ગ્યુ થાય અથવા તો ડેન્ગ્યુના સંપર્કમાં આવનારી તમામ વ્યક્તિને ડેન્ગ્યુ થાય છે - ડેન્ગ્યુ વિશે લોકોમાં આ પ્રકારની ખોટી માન્યતા છે. હકીકતમાં આ વાઇરસ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાતો નથી. આ વાયરસ માનવને ચેપગ્રસ્ત મચ્છર થી ફેલાય છે. ડેન્ગ્યુ વાયરસ ચેપી નથી - જે માણસ થી માણસ મા ફેલાય. જે એક વ્યક્તિને ડેન્ગ્યુ થયો હોય તેને એક મચ્છર તેને કરડી ને બીજા માણસ ને કરડવાથી ત્યારે , વાયરસ પછી બીજા કોઈને પછી ચેપ પસાર થાય છે શરૂ થાય છે. ઍક વખત તમને ડેન્ગ્યુ તાવથી બીમાર થયા હો તો બીજી વખત પણ ડેન્ગ્યુ થઈ શકે છે! કારણ કે ડેન્ગ્યુ 4 વિવિધ પ્રકારના વાઇરસ થી થાય છે. બીજી વખત થતો ડેન્ગ્યુ વધુ ગંભીર બનવાની શક્યતા હોય કે જેમા લોહી ઘટવાથી શક્યતા વધુ હાય છે.

ડેન્ગ્યુ થયો છે તેની ખાતરી થયા બાદ ગભરાઇ જવાની જરૂર નથી. યોગ્ય તકેદારી રાખવાથી તે મટી જાય છે. ડેન્ગ્યુ ફીવર = ડેન્ગ્યુ વાઇરસ થી થતો તાવ જેમા તાવ, દુખાવા રહે. ડેન્ગ્યુ હેમરરહેજિક ફીવર = ડેન્ગ્યુ વાઇરસ થી થતો તાવ જેમા લોહીના ’પ્લેટલેટ્સ’ ઘટે પણ રકતસ્ત્રાવ ન હોય. ડેન્ગ્યુ શોક સિંડ્રોમ = ડેન્ગ્યુથી રકતસ્ત્રાવ થાય, લોહીનુ દબાણ ઘટે, પેસાબ ઓછો થાય, માનસિક અવસ્થા બગડે અને 1% જીવલેણ પણ બની શકે.

ડેન્ગ્યુનાં લક્ષણો
તીવ્ર તાવ , માથાનો દુખાવો , આખના ડોળા પાછળ દુખાવો, અને સ્નાયુ અને સાંધામાં સખત દુખાવો સાથે ઠંડી લાગવી, નબળાઇ લાગવી જેવા લક્ષણો જોવા મળે છે. જરૂર પ્રમાણે ડોક્ટરી સલાહ મુજબ ’સી.બી.સી.’ તપાસ કરાવવી જેનાથિ લોહીમા થ્તા ફેરફારો નોંધી જરૂર પડ્યે વારંવાર આ તપાસ કરાવવી પડતી હાય છે, તથા યકૃતની લોહી તપાસ પણ જરૂરી હોય છે. ડેન્ગ્યુ થયો છે તેની ખાતરી ચોક્કસ લોહી તપાસ થી થઈ શકે છે. ડેન્ગ્યુ વાઇરસથી થતો તાવ હોવાથી તેના માટેની કોઈ ચોક્કસ દવા નથી, પરંતુ દર્દીની રાહત માટે ડોક્ટર મદદ કરી શકે. ડેન્ગ્યુ તાવના દર્દીઍ સંપૂર્ણ આરામ કરવો અને ઉકાડી-ઠંડા કરેલુ પાણી / લીંબુ શર્બત, નેડીયર પાણી, છાશ જેવા પૌષ્ટિક પ્રવાહી 2 થી 3 લીટર પ્રતિદિન લેવા. બધ્ધા જ ફાળો; શાકભાજી અને ઘરનો રાંધેલો (તિક્ખો ન હાય) ખોરાક લેવો.

તાવ માટે ’પેરાસીટામોલ’ જેવી દવા જ લેવી સુરક્ષિત છે અને ’એસ્પિરિન’ કે ’બ્રુફેન’ જેવી દવાઓ ન લેવી. તાવ વધારે હોય તો ભીના કપડાનાં પોતાં આખ્ખા શરીરે મૂકવાં. તાવ સામાન્ય રીતે પાંચથી સાત દિવસો સુધી ચાલે છે. પરંતુ તાવ ઉતર્યા પછી પણ ઘણા દિવસો સુધી થાક; દુખાવા કે ફોલ્લીઓ રહી શકે છે, જે ધીમે ધીમે સમય જતા જાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા માર્ગદર્શિકા પ્રમાણે ગંભીર ડેન્ગ્યુ માટે ગંભીર તથા ચેતવણી ચિહ્નો અને હોસ્પિટલમા દાખલ થઈ સારવાર લેવા માટેની ભલામણઑ: પેટમાં તીવ્ર દુખાવો અથવા સતત ઊલ્ટી, સુસ્તી અથવા બેચેની એકાએક તાવમા ફેરફાર થઈ શરીર ઠંડુ પાડી જવુ, રક્તસ્ત્રાવ થ્વો (જ઼ાડા કે પેસાબમા લોહી જવુ) - શરીર ફિક્કું થઈ જવુ, શારીરિક પરીક્ષણમા ’યકૃત’નો વધારો, અસામાન્ય માનસિક સ્થિતિ.

ગંભીર ડેન્ગ્યુ
1 વર્ષ થી નાના બાળકો, વૃદ્ધો, સુવાવડી બહેનો, ડાઇયબિટીસ, કિડ્નીની બિમારી વાડા કે લોહીની તકલીફ ધરાવતા દર્દીઓને વધુ ગંભીરતાઓ થવાની શક્યતાઓ રહે છે. રક્તસ્ત્રાવ થ્વો (જ઼ાડા કે પેસાબમા લોહી જવુ) - શરીર ફિક્કું થઈ જવુ - આવુ અચાનક કે પાચમા થી સાતમા દિવસે બની શકે છે. તેમજ લોહી ઘટ્ટ થવા લાગે અને લોહીમાના ’પ્લેટલેટ્સ’ કણ ઘટવા માંડે, ’યકૃત’ ના ટેસ્ટમા પણ ખાસ્સો વધારો જોવા મળે છે. ગંભીર ડેન્ગુેથી પીડાતા દર્દીને હોસ્પિટલમા દાખલ થઈ ગનીસ્ટ સારવારની જરૂર પડે છે જેમા નિરંતર નાસમાથિ પ્રવાહી; કે જરૂર પ્રમાણે (10,000 પ્લાટેલેટ્સ હોય કે બીજી ગંભીરતા હોય ત્યારે) લોહી કે લોહીના ઘટક કણો (પ્લેટલેટ્સ) આપવાની જરૂર પડતી હોય છે.

મચ્છર ન થાય/ન કરડે માટેના ઉપાય
ઘર, આંગણ, ફાડીયામા પાણીનો ભરાવો સાફ કરવો, જો પાણી ભરાઇ રહેતું હોય તો તેના પર વપરાયેલું ઓઇલ કે કેરોસીન નાખવું દિવસે આખ્ખા સુતરાવ કપડા પહેરવા, મચ્છર વિરોધી ક્રીમ / રિપેલેંટ / મચ્છરદાની વાપરવી, લીંબોડી/કપૂરના તેલ્નો દીવો કરવો. પોતા મારતી વખતે પાણીમાં નમક, કેરોસિન કે "સિટ્રોનલા તેલ" થોડા ટીપાઓ ઉમેરવા જે જંતુ રહિત કાર્યવાહીમાં ઉપયોગી થાય છે. નારંગી અથવા લીંબુમાં ભરાયેલા લવિંગ જેવા ઉપચારથી ઘરમાં મચ્છરો દૂર કરવા માટે મદદ કરી શકે છે

ઘર ગથ્થુ ઈલાજ: પપૈયાના 2 પાનનો રસ કાઢી તેને કાપડથી ગાળી અડધી વાટકી જેટલો રોજ આપવાથી લોહીના ’પ્લેટલેટ્સ’ કણ વધવામા મદદ થાય છે. ડેન્ગ્યુ તાવમાં મદદ કરવા કેટલાક વધારાના કુદરતી - ઘર ગથ્થું ઉપાયો છે જે ડેન્ગ્યુ તાવમાં રાહત આપાવવા તમને મદદ કરી શકે છે. તાજા સફરજનના રસના ગ્લાસમાં અડધો લીંબુ સ્વીઝ કરો અને એક દિવસમાં 2-3 વખત પીવો. તાજા પપૈયાના પાંદડાને રદ કરો જ્યાં સુધી રસ દેખાતો નથી અને બે ચમચી પીવા, 1-2 વખત (પાંદડા પ્રથમ ઉકાળવા નહીં). દ્રાક્ષ/ગ્રેપફ્રૂટના રસને 2-3 વખત લો.

પાણીમાં લેમન ગ્રાસ ઉકાળવા અને મધ ઉમેરી પીવું. કાળી દ્રાક્ષ, ટમેટાં, દાડમ, ચેરી અને તરબૂચનાં રસ મજબૂત એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો ધરાવે છે જે પ્લેટલેટ્સ કણનાં સ્તરને વધારવામાં મદદ કરે છે. જોકે, ગાજર અને કાકડીનો રસ એ ડેન્ગ્યુના તાવ પછી સંકળાયેલ અસરો જેમકે નબળાઈ-દુ:ખાવા-ખંજવાળમાં રાહત આપવા દર્દીઓને કરે છે. ડેન્ગ્યુનો મચ્છર 1 થી 2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સતત 4 કલાક ઉડી શકે છે અને એક દિવસ/રાતમાં 12 કિલોમીટર અંતર કાપી શકે છે.

એક ડેન્ગ્યુનો મચ્છર રોજ 7 જણાને કરડી શકે છે માટે વધુ રોગચાળો ફેલાતો અટકાવવા આપણા કુટુંબ/પાડોશમાં જો કોઈને પણ ડેંગ્યુ/ ડેંગે તાવ થાય તો તરત જ આપનાં વોર્ડની વોર્ડ ઓફિસે જઈ - વોર્ડ ઓફિસરને જાણ કરી સફાઈ કર્મચારી દ્વારા આપનાં રહેણાંક અને તેની ફરતે યોગ્ય સફાઈ અને જંતુનાશક દવા છટાવવા વિનંતી કરીવ, (આપનાં વોર્ડના સોલિડ વેસ્ટ સફાઈ કર્મચારી - એસ.આઈ. / એસ.એસ.આઈ. અને ઝોનલ અધિકારીની માહિતી-કોર્ટ કંપાઉંડમાં આવેલી "જાહેર માહિતી વિભાગ કચેરી"માંથી મેળવી શકાય છે. તેમજ આપ આપનાં વોર્ડનાં ‘કોર્પોરેટોર‘ સાહેબની પણ મદદ લઇ શકો છો.)

વેક્સિન: ડેન્ગ્યુ થતો અટકાવી શકાય એ માટે વેક્સિનનું સંશોધન ચાલી રહ્યું છે. આશા છે કે છથી બાર મહિનામાં દવા અને વેક્સિન ઉપલબ્ધ થશે.


Related News

Loading...
Advertisement
Advertisement