ભુજમાં તોફાની ચાર ઇંચ વરસાદ ખાબકયો : બારડોલીમાં પાંચ ઇંચ

15 September 2022 05:20 PM
kutch
  • ભુજમાં તોફાની ચાર ઇંચ વરસાદ ખાબકયો : બારડોલીમાં પાંચ ઇંચ

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ ચાલુ રહ્યો હોય તેમ આજે સવારથી 100થી વધુ તાલુકાઓમાં હળવા-ભારે વરસાદના રીપોર્ટ છે. સુરતના બારડોલીમાં પાંચ ઇંચ વરસાદ ખાબકયો હતો. કચ્છના ભુજમાં ચાર ઇંચ વરસાદથી જળબંબાકારની હાલત સર્જાઇ હતી. ચારમાંથી ત્રણ ઇંચ વરસાદ તો સવારે 10 થી 1ર બે કલાકમાં જ વરસ્યો હતો. આ સિવાય વેરાવળમાં સાડા ત્રણ ઇંચ, કોડીનારમાં અઢી ઇંચ, કલ્યાણપુરમાં અઢી ઇંચ, ઉપલેટામાં બે ઇંચ, લીલીયામાં બે ઇંચ, સુત્રાપાડામાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો. ભચાઉમાં પણ બે ઇંચ પાણી વરસ્યુ હતું.


Advertisement
Advertisement
Advertisement