‘આપ’ની માન્યતા પરત લઈને ચૂંટણીચિહ્ન રદ્દ કરો: 56 નિવૃત્ત સનદી અધિકારીઓ મેદાને

16 September 2022 11:24 AM
India Politics
  • ‘આપ’ની માન્યતા પરત લઈને ચૂંટણીચિહ્ન રદ્દ કરો: 56 નિવૃત્ત સનદી અધિકારીઓ મેદાને

► 3 સપ્ટેમ્બરે રાજકોટમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં સરકારી કર્મીઓને ‘આપ’ વતી કામ કરવા કર્યું’તું આહ્વાન

► પોલીસકર્મીઓ, હોમગાર્ડ, આંગણવાડી કાર્યકરો, એસ.ટી. ડ્રાયવરો-કંડક્ટરો, મતદાન કેન્દ્ર કર્મીઓને સંબોધન કરીને કેજરીવાલ ચૂંટણી લોકતંત્રને નષ્ટ કરી રહ્યાનો આક્ષેપ

નવીદિલ્હી, તા.16 : એક બાજુ આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જોરશોરથી તાકાત લગાવી રહી છે. બીજી બાજુ દેશભરના 56 નિવૃત્ત સરકારી અધિકારીઓના એક ગ્રુપે ભારતના ચૂંટણીપંચને એક પત્ર લખ્યો છે જેમાં આમ આદમી પાર્ટીની માન્યતા પરત લઈ લેવા અને તેના ચૂંટણી ચિન્હને રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે. ગ્રુપ દ્વારા પાઠવાયેલા પત્રમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ઉપર ચૂંટણી ચિન્હના આદેશની કલમ-1એનું ઉલ્લંઘન કરવાનો ગંભીર આરોપ પણ લગાવ્યો છે.

આ પત્ર દ્વારા 56 નિવૃત્ત સરકારી અધિકારીઓના હસ્તાક્ષર સાથે કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની 3 સપ્ટેમ્બર-2022ના રાજકોટમાં આયોજિત પત્રકાર પરિષદ દરમિયાન કરવામાં આવેલી અસંતુલિત અને વિવાદાસ્પદ ટીપ્પણીઓનો સંપૂર્ણ રીતે અસ્વીકાર કરીએ છીએ. પત્રકાર પરિષદનું લાઈવ પ્રસારણ જોયા બાદ ખબર પડી છે કે કેજરીવાલે વારંવાર ગુજરાતના લોકસેવકો પર જોર આપતાં કહ્યું કે આવનારા થોડા મહિનાઓમાં ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે તેમાં આમ આદમી પાર્ટીની જ જીત થવાની છે

એટલા માટે સરકારી કર્મીઓ-અધિકારીઓ આમ આદમી પાર્ટી માટે કામ કરે. પત્રમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે આગામી રાજ્ય ચૂંટણીમાં ‘આપ’ની સહાયતા માટે પોલીસકર્મીઓ, હોમગાર્ડ, આંગણવાડી કાર્યકરો, એસ.ટી.ડ્રાયવરો-કંડક્ટરો અને મતદાન કેન્દ્ર અધિકારીઓ સહિત લોકસેવકોને બોલાવ્યા છે. અધિકારીઓએ એ વાત પર જોર આપતાં કહ્યું કે ગ્રુપ સિવિલ સેવકોના રાજનીતિકરણ માટે ‘આપ’ના જબરદસ્તીના પ્રયાસોનો સંપૂર્ણ અસ્વીકાર કરે છે.

અમને દૃઢ વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીના સંયોજક અને હાલના મુખ્યમંત્રી તરફથી કરવામાં આવેલી આ પ્રકારની ટીપ્પણીઓ રાજ્યની સંસ્થાઓ અને નિર્વિવાદ રીતે કામ કરે છે. પત્રમાં આગળ કહેવાયું છે કે મુખ્યમંત્રી કેજરીવાલે સીધા મતદાન મથકના કાર્યકરોને સંબોધિત કરીને કહ્યું છે કે તેમણે એક રાજકીય પક્ષની તરફેણમાં કામ કર્યું છે. આ પછી તેમણે એ કાર્યકરોને આમ આદમી પાર્ટી સાથે હાથ મીલાવીને કામ કરવા માટે પ્રેરિત કર્યા છે. પત્ર દ્વારા નિવૃત્ત આઈએએસ અધિકારીઓએ અનેક એવા ઉદાહરણ આપ્યા છે કે આચારસંહિતાનું ઉલ્લંઘન પણ થઈ રહ્યું છે. તેમણે એસ.ટી.ડ્રાયવરો અને કંડક્ટરોને જોરદાર અપીલ પણ કરી હતી કે

તેઓ બસમાં મુસાફરી કરનારા દરેક મુસાફરને ઝાડૂ બટન ઉપર ક્લિક કરીને ‘આપ’ને મત આપવા માટે રાજી કરે. એટલું જ નહીં કેજરીવાલે પોલીસ અધિકારીઓને પણ પ્રેરિત કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે એ તમામ નિયમો અને પ્રક્રિયાઓ વિરુદ્ધ કામ કરવાની સલાહ આપી છે જે રાજ્ય સરકાર દ્વારા અનિવાર્ય કરવામાં આવ્યા છે. કેજરીવાલની ચૂંટણી અપીલ પર આકરો વાંધો વ્યક્ત કરતાં પત્રમાં લોક પ્રતિનિધિત્વ કાયદા-1951ની કલમ 6એ અને કલમ-123નો હવાલો પણ આપવામાં આવ્યો છે અને આ પ્રક્રિયાને સંપૂર્ણ રીતે ચૂંટણી લોકતંત્રને નષ્ટ કરી આપનારી પ્રક્રિયા ગણાવાઈ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement