આજથી લેજન્ડ ક્રિકેટ લીગ: સેહવાગ-ગંભીર-હરભજન-ગેલ-બ્રેટલી સહિતના મચાવશે ધમાલ

16 September 2022 12:09 PM
India Sports World
  • આજથી લેજન્ડ ક્રિકેટ લીગ: સેહવાગ-ગંભીર-હરભજન-ગેલ-બ્રેટલી સહિતના મચાવશે ધમાલ

90 મહાન ક્રિકેટરો વચ્ચે રમાશે 16 મુકાબલા: ગુજરાત જાયન્ટસ, ઈન્ડિયા કેપિટલ્સ, ભીલવાડા કિંગ્સ અને મણિપાલ ટાઈગર્સ વચ્ચે થશે કાંટે કી ટક્કર: સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર લાઈવ પ્રસારણ

નવીદિલ્હી, તા.16
લેજન્ડસ લીગ ક્રિકેટ (એલએલસી)ના રૂપમાં ક્રિકેટનો મહોત્સવ આજથી કોલકત્તામાં શરૂ થવાનો છે. ભારતમાં પહેલીવાર રમાવા જઈ રહેલી આ લીગ માટે વીતેલા જમાનાના ક્રિકેટ સીતારાઓ સિટી ઑફ જોય નામથી જાણીતી પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં પહોંચી ગયા છે. આજે ઈન્ડિયા મહારાજા અને ટીમ વર્લ્ડ જાયન્ટસ વચ્ચે એક વિશેષ મેચ રમાશે.

આ ટૂર્નામેન્ટમાં ગુજરાત જાયન્ટસ, ઈન્ડિયા કેપિટલ્સ, ઈન્ડિયા મહારાજા અને મણિપાલ ટાઈગર્સ એમ ચાર ટીમો બનાવવામાં આવી છે જેમાં વિશ્વના 90 મહાન ક્રિકેટરો વચ્ચે 16 મુકાબલા રમાશે.

આ ટૂર્નામેન્ટમાં વીરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર, હરભજન સિંહ, મુથૈયા મુરલીધરન, જૈક્સ કેલિસ, ક્રિસ ગેઈલ, બ્રેટલી સહિતના સ્ટાર ક્રિકેટરો ધમાલ મચાવશે. ટૂર્નામેન્ટનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટસ ઉપર થનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement