ઓકટોબરમાં શનિદેવ મકર રાશિમાં માર્ગી થઇને બનાવશે મહાપુરૂષ રાજયોગ : ત્રણ રાશિના જાતકો માટે લાભદાયી

16 September 2022 12:31 PM
Rajkot Dharmik
  • ઓકટોબરમાં શનિદેવ મકર રાશિમાં માર્ગી થઇને બનાવશે મહાપુરૂષ રાજયોગ : ત્રણ રાશિના જાતકો માટે લાભદાયી

શનિદેવને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે, કારણ કે તેઓ ન્યાયના દેવતા છે. શનિ કર્મ અનુસાર ફળ આપે છે અને ક્ષણભરમાં લોકોનું ભાગ્ય બદલી નાંખે છે. શનિ રાજાને રંક અને રંકને રાજા બનાવી દે છે. 23 ઓક્ટોબરના શનિની સ્થિતિમાં મહત્વનો ફેરફાર થવા જઈ રહ્યો છે. શનિ હાલમાં તેની પોતાની રાશિ મકર રાશિમાં વક્રી છે અને 23 ઓક્ટોબરથી માર્ગી બનશે. શનિની ચાલમાં પરિવર્તનથી 3 રાશિઓમાં પંચ મહાપુરુષ રાજયોગ બનશે, જે ખૂબ જ શુભ છે. શનિ જુલાઈમાં મકર રાશિમાં વક્રી હતો અને ઓક્ટોબરમાં મકર રાશિમાં વક્રી થશે. મકર રાશિમાં શનિના માર્ગને કારણે કેટલીક રાશિઓમાં મહાપુરૂષ રાજયોગની રચના થઈ રહી છે. આ યોગ કેટલીક ખાસ રાશિઓને મજબૂત લાભ આપનાર છે. જે નીચે પ્રમાણે છે.

મેષ રાશિ
શનિ ગ્રહનું માર્ગી થવું આ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી દસમા સ્થાનમાં રહેશે, જે ધંધા અને નોકરીનું સ્થળ માનવામાં આવે છે. માટે આ સમયે તમે શેર બજારમાં રોકાણ અને સટ્ટાબાજીથી સારા પૈસા મેળવી શકો છો. શનિદેવ મકર રાશિમાં માર્ગી થવાના કારણે મેષ રાશિમાં પંચ મહાપુરૂષ રાજયોગ બનશે. આનાથી કરિયર અને પૈસાની દ્રષ્ટિએ આ લોકોને વિશેષ લાભ મળશે. તેઓ નવી નોકરી મેળવી શકે છે અથવા હાલની નોકરીમાં પ્રમોશન મેળવી શકે છે. બિઝનેસમાં મજબૂત ફાયદો થશે અને નફો વધશે. નવું કામ શરૂ કરી શકો છો. તમારા કામથી લોકો પ્રભાવિત થશે. આ સમયે તમે ટાઇગર સ્ટોન પહેરી શકો છો, જે તમારા માટે લકી રત્ન સાબિત થઇ શકે છે.

ધન રાશિ
માર્ગી શનિ પણ ધન રાશિના જાતકોને ખૂબ શુભ ફળ આપશે. અત્યાર સુધી તેઓ કારકિર્દીમાં જે પ્રગતિની રાહ જોઈ રહ્યા હતા હવે તેમને પ્રમોશન મળશે. પગાર વધશે. અટવાયેલા પૈસા મળશે. અણધાર્યા ધનથી લાભ થશે. બિઝનેસમાં પણ ફાયદો થશે અને નફો વધશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. માર્કેટિંગ સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ મળશે.

મીન રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિની સીધી ચાલ મીન રાશિને ઘણો લાભ કરાવશે. તેમની આવકમાં વધારો થશે. વધેલી આવકની ખુશીથી ઘણી રાહત મળશે. ધન પ્રાપ્તિના નવા રસ્તા મળશે. વેપારીઓને પણ ફાયદો થશે. નવા સંપર્કો વ્યવસાય વધારવામાં મદદ કરશે. કાર-પ્રોપર્ટીની ખરીદી થવાની પ્રબળ શક્યતાઓ છે.


Related News

Loading...
Advertisement
Advertisement