રાજયકક્ષાની કરાટે સ્પર્ધામાં બોટાદની શાળાનો ઝગમગાટ

16 September 2022 12:32 PM
Botad
  • રાજયકક્ષાની કરાટે સ્પર્ધામાં બોટાદની શાળાનો ઝગમગાટ

(રીમલ બગડીયા) બોટાદ, તા. 16
રાજયકક્ષાની કરાટે સ્પર્ધા આણંદ ખાતે યોજાઇ તેમાં શ્રીમતી જે.એમ.ડી. શાહ અને શ્રીમતી કે.એમ.એન.દોશી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ (1) વોરા પ્રાશુ આર. 26 કિલો વજન (ઇવેન્ટમાં પ્રથમ નંબર ગોલ્ડ મેડલ) (ર) વોરા ધાર્મી આર. 37 કિલો વજન (ઇવેન્ટમાં તૃતિય નંબર બ્રોન્ઝ મેડલ) (3) રાઘવાણી દેવાંગ એમ. 27 કિલો વજન (ઇવેન્ટમાં તૃતિય નંબર બોન્ઝ મેડલ મેળવેલ છે). શાળા ટ્રસ્ટ પરિવાર સર્વશ્રેષ્ઠ સંચાલન હેઠળ વિદ્યાર્થીઓને ખુબ જ પ્રોત્સાહિત કરે છે. શાળાના પ્રમુખ એસ.કે.ધનાણી તથા મંત્રી ડો. જે.બી.ચંદ્રાણી તથા સભ્ય એસ.એચ.વડાલીયા અને શાળાના ઉપપ્રમુખ શારદાબેન ડી. પટેલ તથા શાળાના આચાર્ય પાયલબેન મુલાણીએ વિજેતા બાળકોને અભિનંદન પાઠવ્યા જેમાં લાલજીભાઇ રાઠોડ (બ્લેક બેલ્ટ)નું માર્ગદર્શન મળેલ છે.


Advertisement
Advertisement
Advertisement