કોલ્લમમાં કોંગ્રેસી કાર્યકરોએ પરાણે ફાળો ઉઘરાવી શાકભાજીવાળાને માર્યો

16 September 2022 03:27 PM
India Politics
  • કોલ્લમમાં કોંગ્રેસી કાર્યકરોએ પરાણે ફાળો ઉઘરાવી શાકભાજીવાળાને માર્યો

‘ભારત જોડો યાત્રા’ માટે... : પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે ત્રણેય કાર્યકરોને સસ્પેન્ડ કર્યા

કોલ્લમ તા.16 : હાલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા ચાલી રહી છે ત્યારે કેરળના કોલ્લમ જિલ્લામાં એક શાકભાજી વાળા પાસે કોંગ્રેસના કાર્યકર્તાઓ જબરદસ્તીથી ફાળો ઉઘરાવી રહ્યાની અને વધુ રકમ આપવાનો ઈન્કાર કરનારની પિટાઈ કરવામાં આવી રહી હોવાનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચ્યો છે.

આ ઘટનાને પગલે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સુધાકરણે આ ત્રણ કાર્યકર્તાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ શાકભાજીના દુકાનદારનો આરોપ છે કે ભારત જોડો અભિયાન માટે કોંગ્રેસ ફંડ એકઠું કરી રહી છે. દુકાનદારે કહ્યું હતું કે મેં 500 રૂપિયા આપ્યા તો તેઓ બેહજાર માણવા લાગ્યા. જેનો મેં ઈન્કાર કરતા શાકભાજી અને ત્રાજવા તેમણે ફેંકી દીધા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement