મુંબઈ ઇન્ડિયન્સના મુખ્ય કોચ તરીકે માર્ક બાઉચરની નિમણૂક

16 September 2022 03:35 PM
Sports
  • મુંબઈ ઇન્ડિયન્સના મુખ્ય કોચ તરીકે માર્ક બાઉચરની નિમણૂક

મુંબઈ : મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2023થી તેના મુખ્ય કોચ તરીકે દક્ષિણ આફ્રિકાના એક સમયના દિગ્ગજ ખેલાડી તથા વિક્રમજનક વિકેટ કીપર માર્ક બાઉચરની મુખ્ય કોચ તરીકે નિમણૂક કર્યાની જાહેરાત કરી છે. માર્ક બાઉચરની વિકેટકીપર, બેટસમેન તરીકે લાંબી અને પ્રખ્યાત કારકિર્દી રહી છે અને વિકેટ કીપર તરીકે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ બેટર્સને આઉટ કરવાનો વિક્રમ તેના નામે છે. નિવૃતિ પછી પણ તેણે દક્ષિણ આફ્રિકામાં ટોચના સ્તરની ક્રિકેટ ફ્રેન્ચાઈઝી ટાઈટન્સ માટે કોચ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો અને તેમને પાંચ સ્થાનિક ખિતાબ પણ જીતાડ્યા હતા. વર્ષ 2019માં ક્રિકેટ સાઉથ આફ્રિકાએ માર્ક બાઉચરની મુખ્ય કોચ તરીકે નિમણૂક કરી હતી. તેમના માર્ગદર્શનમાં ટીમે 11 ટેસ્ટ જીત, 12 વન ડે અને 23 ટી-20 જીતી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement