સમરકંદની મોદીની તસ્વીરથી રાજકારણ ગરમાયુ: ભાજપે મનમોહનનો ફોટો જાહેર કર્યો

16 September 2022 05:35 PM
India Politics
  • સમરકંદની મોદીની તસ્વીરથી રાજકારણ ગરમાયુ: ભાજપે મનમોહનનો ફોટો જાહેર કર્યો

ગ્રુપ ફોટોમાં મોદીને છેવાડે ઉભા રખાતા કોંગ્રેસનો વેધક કટાક્ષ

નવી દિલ્હી તા.16 : સમરકંદમાં એસસીઓ સમિટની રીલીઝ થયેલી તસ્વીરોને પગલે ભારતમાં રાજકારણ શરૂ થઈ ગયુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છેવાડે ઉભા રખાયાને મામલે કોંગ્રેસે આકરો પ્રહાર કર્યો હતો તેને પગલે ભાજપે પુર્વ વડાપ્રધાન મનમોહનસિંહની તસ્વીર જારી કરીને વળતો કટાક્ષ કર્યો છે. એસસીઓ સમિટની જારી તસ્વીરમાં એક છેવાડે નરેન્દ્ર મોદી અને બીજા છેડે પાક વડાપ્રધાન શહબાજ શરીફ છે.

અન્ય દેશોના નેતાઓ વચ્ચે ઉભા છે. આ મામલે કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ એવો કટાક્ષ કરતુ ટવીટ કર્યુ હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા વિદેશ મંત્રાલયની ખરાબ શરૂઆત! તેઓ છેવાડે ઉભા છે, બીજા છેડે પાક વડાપ્રધાન છે. મને નલાલ આંખથ નથી દેખાતી પરંતુ નબંધ આંખથ દેખાય રહી છે. કોંગ્રેસના આ કટાક્ષ સામે ભાજપે વળતો આકરો પ્રહાર કર્યો હતો. ભાજપ પ્રવકતા શહજાદ પુનાવાલાએ અગાઉની જી20 બેઠકની તસ્વીર જારી કરી હતી

તેમાં પુર્વ વડાપ્રધાન મનમોહનસિંહ બીજી હરોળમાં માથુ નીચુ કરીને ઉભા છે. તેઓએ કહ્યું કે યજમાન દેશે જ પ્રોટોકોલ નકકી કર્યો હોય છે અને તેના પર રાજનીતિ અપરિપકવતાની નિશાની છે. તેઓએ કહ્યું કે શું રાહુલ ગાંધીએ ચીની રાજદૂત સાથે ભોજન વખતે લાલ આંખ દેખાડી હતી? રાહુલ ગાંધીના પરિવારે અકસાઈ ચીન પરત મેળવવા કયારેય લાલ આંખ કરી હતી?


Related News

Advertisement
Advertisement
Advertisement