વેંકટેશ અય્યર સાથે બની જીવલેણ દુર્ઘટના: મેદાન પર જ એમ્બ્યુલન્સ બોલાવવી પડી !

17 September 2022 11:58 AM
India Sports
  • વેંકટેશ અય્યર સાથે બની જીવલેણ દુર્ઘટના: મેદાન પર જ એમ્બ્યુલન્સ બોલાવવી પડી !

દુલિપ ટ્રોફીની મેચ વખતે બોલર ચિંતન ગાજાનો થ્રો સીધો અય્યરની ગરદન પર વાગતાં મેદાન પર જ ઢળી પડ્યો: ખેલાડીઓમાં અફડાતફડી

નવીદિલ્હી, તા.17
આઈપીએલ-2021માં વેંકટેશ અય્યરે કોલકત્તા નાઈટ રાઈડર્સ વતી દમદાર પ્રદર્શન કર્યું હતું. આ પછી તેને ટીમ ઈન્ડિયામાં જગ્યા પણ મળી અને તેમાં પણ તેણે પોતાની દાવેદારી કરી હતી. ચાહકો તેને હાર્દિક પંડ્યાની જગ્યાએ દાવેદાર ગણવા લાગ્યા હતા. જો કે પાછલી આઈપીએલમાં અય્યર સદંતર ફ્લોપ રહ્યો અને સામે હાર્દિક પંડ્યાએ શાનદાર રમત થકી પોતાની ટીમને ચેમ્પિયન બનાવી.

બસ, ત્યારથી જ હાર્દિકનું ટીમમાં કમબેક થયું અને અય્યરે બહાર થવું પડ્યું હતું. હવે વેંકટેશ અય્યર સાથે જીવલેણ દૂર્ઘટના બની છે. પશ્ચિમ ઝોનના મીડિયમ ફાસ્ટ બોલર ચિંતન ગાજાના થ્રોથી દુલિપ ટ્રોફી મેચ દરમિયાન સેન્ટ્રલ ઝોન વચી રમી રહેલો વેંકટેશ અય્યર ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. તેની ઈજા એટલી ગંભીર હતી કે મેદાન ઉપર જ એમ્બ્યુલન્સ બોલાવવી પડી હતી. ગાજાનો બોલ અય્યરના માથા અને ખભા વચ્ચે લાગ્યો હતો જેથી તે મેદાન પર જ ઢળી પડ્યો હતો.

વેંકટેશન અય્યરે ગાજાની બોલિંગમાં છગ્ગો લગાવીને ખાતું ખોલ્યું અને ફરીથી ગાજાના જ બોલને હિટ કર્યો હતો. આ વખતે બોલ બોલર પાસે ગયો અને તેણે પાછો બેટર બાજુ થ્રો કરતાં જ અય્યરને તે બોલ વાગી ગયો હતો. આ પછી અય્યર ત્યાં જ ઢળી પડતાં એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને સ્ટ્રેચર પણ કાઢવામાં આવ્યું હતું.

જો કે 27 વર્ષીય અય્યરે મેદાનમાંથી પગપાળા બહાર જવાનો નિર્ણય કર્યો હતો. આ પછી અય્યર ફરી બેટિંગ કરવા આવ્યો પરંતુ 14 રન જ બનાવી શક્યો હતો. જ્યારે ફિલ્ડિંગમાં તેના સ્થાને અશોક મનેરિયાને ઉતારવામાં આવ્યો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement