ક્લબ વતી 700 ગોલ ફટકારવામાં રોનાલ્ડો માત્ર એક ગોલ દૂર

17 September 2022 12:06 PM
India Sports
  • ક્લબ વતી 700 ગોલ ફટકારવામાં રોનાલ્ડો માત્ર એક ગોલ દૂર

યુરોપા લીગમાં શેરીફ તીરસ્પોલ સામે ફટકાર્યો 699મો ગોલ: ઘણા લાંબા સમયથી ચાલ્યા આવતાં દુકાળનો લાવ્યો અંત

નવીદિલ્હી, તા.17
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ અંતે આ સીઝનમાં ચાલ્યા આવતાં ગોલના દુકાળને ખતમ કર્યો છે. મેન્ચેસ્ટર યુનાઈટેડના સ્ટાર ફૂટબોલરે શેરિફ તિરસ્પોલ સામે યુરોપા લીગમાં કરિયરનો પહેલો ગોલ કર્યો છે. આ સાથે જ તે 700 ક્લબ ગોલથી માત્ર એક પગલું દૂર છે. તેણે વિવિધ ક્લબ વતી રમતાં કુલ 699 ગોલ કર્યા છે.

મેન્ચેસ્ટર યુનાઈટેડે યુરોપની આ સેકન્ડ કેટેગરીની ફૂટબોલ ટૂર્નામેન્ટમાં પ્રારંભીક હારથી બહાર આવીને શેરિફને 2-0થી પરાજિત કરી છે. માલ્દોવામાં રમાયેલી આ મેચમાં રોનાલ્ડોએ પેનલ્ટી પર રમીને 39મી મિનિટમાં ગોલ કર્યો હતો. તેના પહેલાં જાદૌન (17મી મિનિટ)એ ટીમને 1-0થી લીડ અપાવી હતી.

અન્ય મુકાબલાઓમાં રિયાલ બેટિસે બલ્ગેરિયાઈ ટીમ લુડોગોરેટ્સને રોમાંચક મુકાબલામાં 3-2થી પરાજય આપ્યો છે. જોન મોરિન્હોની ટીમ રોમાએ એચજેકે હેલસિંકીને 3-0થી અને વિલારિયાલે હાપોએલ બીયર શેવાને 2-1થી હરાવી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement