સ્મૃતિ-યાસ્તિકા-હરમનપ્રિતની શાનદાર બેટિંગ: વન-ડેમાં ઈંગ્લેન્ડ સામે ભારતની સાત વિકેટે જીત

19 September 2022 11:02 AM
India Sports
  • સ્મૃતિ-યાસ્તિકા-હરમનપ્રિતની શાનદાર બેટિંગ: વન-ડેમાં ઈંગ્લેન્ડ સામે ભારતની સાત વિકેટે જીત

ત્રણ મેચની શ્રેણીમાં ટીમ ઈન્ડિયા 1-0થી આગળ: ઈંગ્લેન્ડે જીત માટે આપેલા 228 રનના લક્ષ્યાંકને માત્ર ત્રણ વિકેટ જ હાંસલ કર્યો

નવીદિલ્હી, તા.19
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ત્રણ મેચની વન-ડે શ્રેણીના પહેલાં મુકાબલામાં સ્મૃતિ મંધાના, યાસ્તિકા ભાટિયા અને કેપ્ટન હરમનપ્રીત કૌરની ફિફટીના દમ પર ઈંગ્લેન્ડની ટીમને સાત વિકેટે પરાજય આપ્યો છે.

આ મેચમાં ભારતીય કેપ્ટન હરમનપ્રિતે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ ભારતની ચુસ્ત બોલિંગ સામે 50 ઓવરમાં સાત વિકેટે 227 રન જ બનાવી શકી હતી. ભારતીય ટીમને જીત મો 228 રનનો લક્ષ્યાંક મળ્યો હતો જેને તેણે 3 વિકેટ ગુમાવીને 44.2 ઓવરમાં હાંસલ કરી લીધો હતો અને સાત વિકેટથી મેચ જીતી લીધી હતી. આ જીત સાથે ભારતીય મહિલા ટીમ વન-ડે શ્રેણીમાં 1-0થી આગળ થઈ ગઈ છે.

ભારત વતી ઈનિંગની શરૂઆત મંધાના અને શેફાલી વર્માએ કરી હતી. શેફાલી વર્માએ એક રને જ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી અને ભારતનો સ્કોર એ સમયે માત્ર ત્રણ રન જ હતો. આ પછી મંધાનાએ યાસ્તિકા ભાટિયા સાથે મળીને બીજી વિકેટ માટે 98 રનની ભાગીદારી કરી પરંતુ યાસ્તિકા 47 બેલ પર એક છગ્ગો અને આઠ ચોગ્ગાની મદદથી 50 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.

ત્યારબાદ મંધાના અને કેપ્ટન હરમનપ્રિત કૌર વચ્ચે ત્રીજી વિકેટ માટે 99 રનની ભાગીદારી થઈ હતી પરંતુ મંધાના 91 રનેઆઉટ થઈ ગઈ હતી. મંધાનાએ 99 બોલનો સામનો કરતાં એક છગ્ગો અને 10 ચોગ્ગાની મદદથી 91 રન બનાવ્યા હતા પરંતુ ત્યારબાદ હરમનપ્રીત કૌર અને હરલીન દેઓલે ટીમને જીત અપાવી દીધક્ષ હતી. હરભનપ્રીત કૌરે 94 બોલમાં અણનમ 74 રન બનાવ્યા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement