ઢોલે સભાનવસ્થા ગુમાવી દીધી : મોવીયાના કડવા પાટીદાર સંમેલનમાં જયરાજસિંહના કડાકાભડાકા

19 September 2022 12:17 PM
Gondal Politics Rajkot
  • ઢોલે સભાનવસ્થા ગુમાવી દીધી : મોવીયાના કડવા પાટીદાર સંમેલનમાં જયરાજસિંહના કડાકાભડાકા
  • ઢોલે સભાનવસ્થા ગુમાવી દીધી : મોવીયાના કડવા પાટીદાર સંમેલનમાં જયરાજસિંહના કડાકાભડાકા
  • ઢોલે સભાનવસ્થા ગુમાવી દીધી : મોવીયાના કડવા પાટીદાર સંમેલનમાં જયરાજસિંહના કડાકાભડાકા

● રીબડા આસપાસ જમીનોના સોદા કઇ રીતે પાર પડે છે ? તે જગજાહેર : લુખ્ખાગીરી કરનારાઓની પીઠ પર ટેટુ ચિતરી દઇશ

● રાજકારણમાં કોઇ કાયમી મિત્ર કે દુશ્મન નથી : ધારાસભા લડવા ઇચ્છુક એક જુથના યાર્ડના પ્રમુખો નકકી કરવાના દિવાસ્વપ્ન

● કરંડીયા અલગ-અલગ તૈયાર રાખ્યા છે બહાર નીકળવા નહીં દવ : જાડેજાનો રણટંકાર

● સમાજના અસ્તિત્વ-પ્રગતિ માટે ભાજપને સમર્થન : રાજકારણમાં ઝંઝાવાતનો દૌર

(જીતેન્દ્ર આચાર્ય)
ગોંડલ, તા. 19
ગોંડલ ના રાજકારણ નુ એપી સેન્ટર ગણાતા અને કડવા પાટીદાર ની વસ્તી ધરાવતા મોવિયા માં સર્વોદય એજ્યુકેશન કેમ્પસ માં મળેલા કડવા પાટીદાર સમાજના સંમેલનમાં મોટી સંખ્યામાં હાજર રહેલા ઉદ્યોગપતિઓ, તબીબો સહીત સમાજ શ્રેષ્ઠીઓ એ એક સુરમાં આગામી વિધાન સભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન જાહેર કરી નીતી સ્પષ્ટ કરી દીધી છે.ગોંડલ પંથકમાં વીસ હજાર મતદારો સાથે નિર્ણાયક ગણાતા.

કડવા પાટીદાર સમાજના રાજકીય સંગઠન સમીતીના નેજા હેઠળ મોવિયામાં મળેલા સંમેલનમાં કિશોરભાઈ અંદીપરાએ જણાવ્યું કે રાજકારણમાં ગોફણીયા મારવા સહેલા છે પણ સમાજ હીત જાળવવુ કઠીન છે.જ્યારે અરાજકતા કે અસ્થિરતા વધતી જાય ત્યારે કોઈ પણ સમાજે પ્રભુત્વ બતાવુ જરૂરી છે.

ગોંડલના રાજકારણમાં ઝંઝાવાતનો દૌર શરૂ થયો છે.ત્યારે કડવા પાટીદાર સમાજે તેનુ સ્ટેન્ડ નક્કી કરી લીધુ છે.છેલ્લા સમય થી કેટલીક અફવાઓ અને દુવીધાઓ ના માહોલ વચ્ચે શંકાકુશંકાઓ દુર કરવા સમાજે આ નિર્ણય લીધો છે.અંદીપરાએ વધુ મા જણાવ્યુ કે કડવા પાટીદાર સમાજ ખટપટ કે અહંકાર ની નીતીરીતી ને બદલે તમામ સમાજ ને સમજદારી સાથે નુ પ્રતિનિધિત્વ આપી રહેલા જયરાજસિહ જાડેજા તથા ભાજપ ને સમર્થન આપે છે.

સંમેલનમાં ઉપસ્થિત માજી ધારાસભ્ય જયરાજસિહ જાડેજાએ શાબ્દિક સટાસટી બોલાવી કેટલીક વ્યક્તિઓ સામે માર્મિક વ્યંગબાણ ચલાવ્યા હતા.તેમણે કહ્યુ કે રાજકારણ માં કોઈ કાયમી મિત્ર કે દુશ્મન નથી.જયંતિભાઈ ઢોલ ગઈ કાલે પણ મિત્ર હતા અને આજે પણ છે પરંતુ તેમણે ક્યાં બેસવુ તેની સભાનવસ્થા ગુમાવી છે.તેમણે કહ્યુ કે ધારાસભા લડવા ઇચ્છુક એક જુથે તો ધારાસભ્ય પણ નક્કી કરી લઇ હવે તાલુકા પંચાયત, નગરપાલીકા કે માર્કેટ યાર્ડના પ્રમુખો નક્કી કરવા નાં દિવાસ્વપ્ન જોઈ રહ્યા છે.

જયરાજસિંહ જાડેજાએ કહ્યુ કે રીબડા ની આસપાસની જમીનો ના સોદા કઇ રીતે પાર પડે છે એ જગજાહેર છે.અને ભુતકાળ પણ જાણીતો છે. તેમણે કહ્યુ કે ખેડૂતોની ધરોહર સમા ગોંડલ માર્કેટ યાર્ડને મારા જીવના જોખમે સલામત રાખીશ.ગુંડાગીરી સામે હુ પહેલા પણ અડીખમ હતો અને આજે પણ છુ.લુખ્ખાગીરી કરનારાઓની પીઠ પર હુ ટેટુ ચિતરી દઇશ.પચ્ચીસ વર્ષ થી ટેટુની મારી આ એજન્સી આજે પણ યથાવત છે.

તેમણે વધુમાં કહ્યુ કે, મેં અલગઅલગ કરંડીયા રાખ્યા છે.કોઈને કરંડીયા બહાર નીકળવા નહી દઉ. જયરાજસિહે કહ્યુ કે વાતાવરણ તંદુરસ્ત બનાવવા તમારી જરુરીયાત છે. આ સમાજનાં ખંભે બેસી ને ચુટાયો છુ એ ભુલ્યો નથી.

સંમેલન મા ઉપસ્થિત જીલ્લા ભાજપ મહામંત્રી મનીષભાઈ ચાંગેલા એ કહ્યુ કે, ગોંડલ મા 1998થી વિકાસની વણથંભી યાત્રા શરુ થઈ છે.આપણે તેમા ફરી સામેલ થવાનુ છે.મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કડવા પાટીદાર સમાજના છે. ત્યારે આપણા સમાજનુ ભવિષ્ય મજબુત બનાવવા પરીપકવ નિર્ણય જરુરી છે.તેવુ કહી જયરાજસિહ સવઁમાન્ય આગેવાન હોવાનુ જણાવ્યુ હતુ.

સંમેલનમાં એ.પી.નરોડીયા,જાગૃતિ સ્કુલના મંત્રી વલ્લભભાઈ કનેરીયા,ભરતભાઇ પરવડીયા, ચિરાગભાઇ દુદાણી એ જ્ઞાતિ સંગઠન ને મજબુત બનાવી ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરવતો નિર્ણય લેવાયા નુ જણાવ્યુ હતુ.

સંમેલનમાં કિશોરભાઈ કાલરીયા, ભાર્ગવભાઇ અંદીપરા, અનુભાઇ અમૃતિયા, ડો.મહેશ બોકરવડીયા, ડો.હિતેશ કાલરીયા, ઉદ્યોગપતિ અરવિંદભાઈ પાણ, રવિભાઈ કાલરીયા, અશોકભાઈ પરવડીયા, મનીષભાઈ ગોલ, અશ્વીનભાઇ પાચાણી, મનુભાઈ જીવાણી સહીત ઉપસ્થિત રહ્યા હતા.

કડવા પાટીદાર સમાજના પ્રમુખપદેથી ઢોલને હટાવાયા : અંદિપરા નવા પ્રમુખ
ઢોલનું બે દશકાથી વધુ સમયનું સામ્રાજય તુટયુ
ગોંડલનુ રાજકારણ ક્યારેય સ્થિર રહ્યુ નથી. ગોંડલનુ રાજકીય હવામાન ગમે ત્યારે પલટાયેલું બની રહ્યુ છે. એક સમયે ગોંડલના રાજકારણ માં દિગ્ગજ ગણાતા જયંતિભાઈ ઢોલ છેલ્લા કેટલાક સમય થી સતત હાંસીયામાં ધકેલાઇ રહ્યા હોય તેમ પ્રથમ માર્કેટ યાર્ડ અને બાદમાં નાગરીક સહકારી બેંકમાં ચેરમેન પદેથી નાટકીય ઢબે પીછેહટ થયા બાદ ગોંડલ ની રાજનીતિ માં નિર્ણાયક પરીબળ ગણાતા કડવા પાટીદાર સમાજના પ્રમુખપદેથી પણ દુર થયા છે.

શનીવારના કડવા પાટીદાર સમાજની મળેલી બેઠક માં જુની કારોબારી વિખેરાઈ હતી અને નવી કારોબારી ની રચના સાથે કિશોરભાઈ અંદીપરાની પ્રમુખ પદે વરણી કરાઇ હતી.કડવા પાટીદાર સમાજના ટ્રસ્ટીઓ અને સમાજ શ્રેષ્ઠીઓની હાજરીમાં આ નિર્ણય લેવાયો હતો.

ઉલ્લેખનીય છે કે, જયંતિભાઈ ઢોલ બે દશકા થી વધુ સમય થી કડવા પાટીદાર સમાજ ના પ્રમુખ હતા. બે દશકાથી કડવા પાટીદાર સમાજના સર્વેસર્વા રહેલા ઢોલ સાથે ‘નાતો ઘર ના કે નાતો ઘાટ ના’ જેવો તાલ સર્જાવા પામ્યો છે. નજદીક આવી રહેલી વિધાનસભાની ચુંટણી પુર્વે આ પરિવર્તન મહત્વનું ગણાઇ રહ્યુ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement