ચાલુ મેચે અમ્પાયરે ફિલ્ડરની ‘હોંશીયારી’ પકડીને ફટકારી પાંચ રનની પેનલ્ટી

19 September 2022 12:46 PM
India Sports World
  • ચાલુ મેચે અમ્પાયરે ફિલ્ડરની ‘હોંશીયારી’ પકડીને ફટકારી પાંચ રનની પેનલ્ટી

ઈંગ્લેન્ડમાં વન-ડે કપના ફાઈનલમાં બની અજીબોગરીબ ઘટના

નવીદિલ્હી, તા.19
ક્રિકેટના મેદાન ઉપર અનેકવાર એવી ઘટના બને છે જે વિશે જાણીને લોકો મોઢામાં આંગળા નાખી જવા માટે મજબૂર બનતાં હોય છે. આવી જ એક ઘયના ઈંગ્લેન્ડમાં બની છે જ્યાં એક ફિલ્ડરને હોંશિયારી બતાવવી ભારે પડી ગઈ અને ઉપર જતાં અમ્પાયરે પેનલ્ટી પણ ફટકારી હતી.

આ અજીબોગરીબ ઘટના ટ્રેન્ટ બ્રિજમાં વન-ડે કપના ફાઈનલ દરમિયાન બની હતી. આ મુકાબલામાં કેન્ટ અને લંકાશાયર આમને-સામને હતા. કેન્ટે પહેલાં બેટિંગ કરતાં 50 ઓવરમાં 306/6 રન બનાવ્યા અને લંકાશાયર સામે 307 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો.

હવે લંકાશાયરે બેટિંગ શરૂ કરી દીધી હતી. બીજી ઈનિંગની અડધી રમત પૂર્ણ થઈ ગઈ હતી. 21મી ઓવરમાં સ્ટીવન ક્રોફ્ટ અને કિટન જેનિંગ્સ ક્રિઝ પર હતા. એક સિંગલ લેવા માટે બન્ને બેટરો ઝડપથી દોડ્યા હતા. બોલ પાછળ વિકેટકિપર ઓલી રોબિન્સન પણ ભાગ્યો હતો પરંતુ તેણે સ્ટમ્સ સામે પોતાના ગ્લવ્ઝ ત્યાં જ કાઢીને ફેંકી દીધા હતા.

વિકેટકિપરને બોલને સ્ટમ્પની દિશામાં ફેંક્યો હતો પરંતુ 27 વર્ષીય ફિલ્ડર હેરી ફિન્ચે વિકેટકિપર ઓલી રોબિન્સનના ગ્લવ્ઝ ઉઠાવીને બોલને રોકવા માટે ફિલ્ડિંગ કરી જેના કારણે લંકાશાયરને પાંચ રન પેનલ્ટીના રૂપમાં મળ્યા હતા. જો કે ફિન્ચ અને કેન્ટની આ ભૂલનું નુકસાન ટીમને ન થયું અને તેણે મેચ 21 રને જીતીને ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement