નવું જોમ, નવો ઉત્સાહ, નવો કેપ્ટન, નવી જર્સી: વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની જર્સી લોન્ચ

19 September 2022 12:47 PM
India Sports
  • નવું જોમ, નવો ઉત્સાહ, નવો કેપ્ટન, નવી જર્સી: વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની જર્સી લોન્ચ

આ વખતે જર્સીનો રંગ સ્કાઈ બ્લ્યુ છે; સાથે જ બન્ને ખભા પાસે તેનો રંગ ડાર્ક બ્લ્યુ રખાયો: ઑસ્ટ્રેલિયા-આફ્રિકા સામેની શ્રેણીમાં પણ ટીમ આ જર્સી પહેરશે

નવીદિલ્હી, તા.19
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ટી-20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ કરી દીધી છે. ટી-20 વર્લ્ડકપ પહેલાં ટીમ ઈન્ડિયા ઑસ્ટ્રેલિયા અને આફ્રિકા વિરુદ્ધ ટી-20 શ્રેણી દરમિયાન પણ આ જ જર્સી પહેરીને મેદાને ઉતરશે. આ પહેલાં બોર્ડે સંકેત આપે હતો કે ભારતની સત્તાવાર કિટ સ્પોન્સર એમપીએલ દ્વારા ટૂંક સમયમાં ભારતીય ટીમની નવી જર્સી લોન્ચ કરવામાં આવશે.

ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની જર્સી નેવી બ્લુ કલરની હતી પરંતુ આ વખતે જર્સીનો રંગ સ્કાઈ બ્લુ છે સાથે જ બન્ને ખભા પાસેનો રંગ ડાર્ક બ્લુ છે. ભારતીય પુરુષ અને મહિલા ટટીમ બન્ને માટે એક જેવી જ જર્સી લોન્ચ કરવામાં આવી છે. પાછલા ટી-20 વર્લ્ડકપમાં વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા લીગ સ્ટેજથી આગળ વધી શકી નહોતી.

પરંતુ આ વખતે રોહિત શર્માની આગેવાનીમાં નવી જર્સી સાથે એક નવી આશા બંધાઈ છે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ બીજીવાર ઑસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડકપ જીતવાની કોશિશ કરશે.

ટી-20 વર્લ્ડકપ પહેલાં ટીમ ઈન્ડિયા આવતીકાલથી ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ મેચની ટી-20 શ્રેણી રમશે. આ પછી આફ્રિકા સાથે ત્રણ ટી-20 અને ત્રણ વન-ડે મેચની શ્રેણી રમાશે. ત્યારબાદ ટીમ ઑસ્ટ્રેલિયા માટે ઉડાન ભરશે. ટી-20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાનું એલાન થઈ ચૂક્યું છે અને ચાર ખેલાડીઓને રિઝર્વ પ્લેયર તરીકે ટીમમાં જગ્યા અપાઈ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement