લખનૌના ઈકાના સ્ટેડિયમમાં લાઈવ મેચ દરમિયાન આઠ મિનિટ સુધી બત્તી ગુલ

19 September 2022 12:49 PM
India Sports
  • લખનૌના ઈકાના સ્ટેડિયમમાં લાઈવ મેચ દરમિયાન આઠ મિનિટ સુધી બત્તી ગુલ

લેજન્ડસ લીગ ક્રિકેટ દરમિયાન બનેલી ઘટના: ખેલાડીઓએ અંધારામાં જ ગ્રાઉન્ડ પર ઉભું રહેવું પડ્યું: યુપીનું આ સ્ટેડિયમ હાઈટેક ગણાતું હોવા છતાં સર્જાયેલી અવ્યવસ્થાથી ઉઠ્યા અનેક પ્રશ્ર્નો

નવીદિલ્હી, તા.19
લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી ઈકાના સ્ટેડિયમમાં લાઈવ ક્રિકેટ મેચ દરમિયાન એક મોટી અવ્યવસ્થા સામે આવી હતી. સ્ટેડિયમમાં લેજન્ડસ લીગ ક્રિકેટ મેચ દરમિયાન આઠ મિનિટ સુધી વીજળી ગુલ થઈ ગઈ હતી જેના કારણે આખા સ્ટેડિયમમાં અંધારપટ છવાઈ ગયું અને ખેલાડીઓએ અંધારામાં જ ઉભા રહેવું પડ્યું હતું. આ દરમિયાન મેચ જોવા આવેલા દર્શકો પોતાના મોબાઈલ ફોન અને ફ્લેશ લાઈટ થકી અજવાળું લાવવાના પ્રયાસો કરવા લાગ્યા હતા. જો કે થોડીવારમાં લાઈટ આવી જતાં મેચ ફરીથી શરૂ કરાઈ હતી. આ ઘટનાથી ઉત્તરપ્રદેશના આ હાઈટેક સ્ટેડિયમમાં આયોજન અંગે અનેક સવાલો ઉભા થઈ ગયા છે.

કાનપુરના ગ્રીન પાર્ક બાદ લખનૌનું ઈકાના ઉત્તર પ્રદેશનું બીજું હાઈટેક સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમમાં 50 હજાર દર્શકોના બેસવાની ક્ષમતા છે અને હાલમાં જ અહીં અનેક આંતરરાષ્ટ્રીય મેચનું સફળ આયોજન પણ કરવામાં આવ્યું હતું. બીજી બાજુ લેજન્ડસ લીગ ક્રિકેટની બીજી મેચ ઈકાનામાં રમાઈ રહતી જ્યારે સ્ટેડિયમની વીજળી ગુલ થઈ જવા પામી હતી.

જો કે થોડીવારના કુતુહલ બાદ ફરીવાર સ્ટેડિયમ રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું પરંતુ તેના કારણે મેચમાં ઘણું મોડું થઈ ગયું હતું. લીજેન્ડ લીગ ક્રિકેટમાં આ મુકાબલો મણિપાલ ટાઈગર્સ અને ભીલવાડા કિંગ્સ વચ્ચે રમાયો હતો. લેજન્ડસ લીગ ક્રિકેટની આ બીજી મેચમાં ભીલવાડા કિંગ્સની ટીમે ટોસ જીતીને પહેલાં મણિપાલને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. મેચમાં મણિપાલ ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 157 રન બનાવ્યા હતા.

મણીપાલ માટે સૌથી વધુ મોહમ્મદ કૈફે 59 બોલમાં 73 રનની ઈનિંગ રમી હતી. આ ઉપરાંત પ્રદીપ સાહૂએ 19 બોલમાં 30 રન બનાવ્યા હતા.આ ઉપરાંત ટેબુએ 17 અને શિવાકાંત શુક્લાએ 16 રનનું યોગદાન આપ્યું હતું. મેચમાં મણિપાલની ઓપનિંગ જોડી ફ્લોપ રહી હતી અને ટીમે માત્ર 15 રનના સ્કોર પર પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement