એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચ બાદ બ્રિટનમાં હિન્દુ-મુસ્લિમો વચ્ચે તનાવ: 27ની ધરપકડ

19 September 2022 02:36 PM
India Sports World
  • એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચ બાદ બ્રિટનમાં હિન્દુ-મુસ્લિમો વચ્ચે તનાવ: 27ની ધરપકડ

મેચ રમાઈ ત્યારથી લઈ અત્યાર સુધીમાં હિંસાની અનેક ઘટના

નવીદિલ્હી, તા.19
ભારતમાં હિન્દુ-મુસ્લિમો વચ્ચે તણાવના સમાચારો આવતાં જ રહે છે પરંતુ હવે બ્રિટનમાં પણ આ પ્રકારની ઘટનાઓ બનવા લાગી છે. 28 ઑગસ્ટે ભારત-પાકિસ્તાન વચ્ચે એશિયા કપ મેચ બાદ ઈંગ્લેન્ડના લીસેસ્ટર શહેરમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે હિંસા ફાટી નીકળી છે.

લીસેસ્ટર પોલીસે હિંસા મામલે અત્યાર સુધીમાં 27 લોકોની ધરપકડ કરી છે અને શાંતિની અપીલ કરી છે પરંતુ તણાવ યથાવત જ છે. બ્રિટનના આ શહેરમાં અશાંતિ અને ગરબડની અનેક ઘટનાઓ બની ચૂકી છે.

સોશ્યલ મીડિયા પર ચાલી રહેલા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે વિરોધ માર્ચને કારણે ફરીવાર હિંસા ફાટી નીકળી હતી. આ અંગેના વીડિયો ફૂટેજમાં પોલીસ ભીડમાં સામેલ લોકોને રોકવાની કોશિશ કરતી બતાવાઈ છે. આ દરમિયાન કાંચની બોટલો ફેંકવામાં આવી છે અને અમુક લોકો લાકડી-દંડા લઈને સડક પર આવી ગયેલા જોવા મળી રહ્યા છે.

સ્થાનિક પોલીસ અધિકારીઓએ કહ્યું કે, વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટેના પ્રયાસો ચાલી રહા છે. મોટી સંખ્યામાં લોકોની તલાશી લેવામાં આવી રહી છે. હિંસા અને નુકસાનની અનેક ઘટનાઓ સામે આવી છે જેની તપાસ ચાલી રહી છે. વીડિયો ફૂટેજમાં લીસેસ્ટરના મેલ્ટન રોડ પર એક ધર્મસ્થળ બહાર એક વ્યક્તિને ઝંડો ખેંચતો બતાવવામાં આવ્યો છે.

પોલીસે કહ્યું કે, હિંસા કે અવ્યવસ્થા જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં. દોષિતો ઉપર સખત કાર્યવાહી કરવામાં આવશે. 28 ઑગસ્ટના દુબઈમાં ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન લીસેસ્ટરમાં હિન્દુ-મુસ્લિમો વચ્ચે તણાવ વ્યાપી ગયો હતો. ત્યારબાદથી તણાવ અને હિંસાની નાની-મોટી ઘટનાઓ આકાર પામી રહી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement