પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને ફ્રેન્કફોર્ટમાં વિમાનમાંથી ઉતારી દેવાયા!

19 September 2022 04:09 PM
India Politics
  • પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને ફ્રેન્કફોર્ટમાં વિમાનમાંથી ઉતારી દેવાયા!

♦ દિલ્હી પરત આવી રહેલા મુખ્યમંત્રી શરાબના નશામાં ચૂર હોવાથી વિમાનની સીડી પણ ચડી શકતા ન હતા: લુફથાન્સા એરલાઈન્સ દ્વારા માનનો સામાન પણ વિમાનમાંથી ઉતારી દેવાયો

♦ જો કે આમ આદમી પાર્ટીનો બચાવ: મુખ્યમંત્રીનું સ્વાસ્થ્ય સારુ ન હોવાથી એક ફલાઈટ મિસ કરી હતી: દૂતાલયની કેબ મારફત એરપોર્ટથી પરત આવ્યા હતા

નવી દિલ્હી, તા.19
પંજાબના મુખ્યમંત્રી ભગવંતસિંહ માન હાલમાં જર્મનીના પ્રવાસે ગયા હતા અને ગઈકાલે મોડીરાત્રે પરત આવ્યા તે પુર્વે તેમની વાપસી સાથે એક વિવાદ છેડાઈ ગયો છે. દાવો કરવામાં આવે છે કે જર્મનીના ફ્રેન્કફર્ટ વિમાની મથકે માનને ફલાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા જે વિમાનમાં તેમની ટિકીટ હતી તે ફલાઈટમાં તેઓ શરાબના નશામાં હતા અને સ્થિર ઉભા પણ રહી શકતા ન હતા.

જેને કારણે તેમને ફલાઈટની સીડી ચડવામાં પણ મુશ્કેલી પડતી હતી. માનના પત્ની અને સુરક્ષા કર્મચારીઓએ તેમને સીડી પર સડાવવા માટે પ્રયત્ન કર્યા હતા પરંતુ શકય ન બનતા આ ફલાઈટમાં તેઓ ભારત પહોંચી શકયા ન હતા અને બાદમાં બીજી ફલાઈટમાં તેઓ દિલ્હી પહોંચ્યા હતા. આ અંગે ફ્રેન્કફોર્ટ ખાતેના ભારતીય દૂતાવાસના કેબસ્ટાફ એ દર્શાવ્યું કે માન એરપોર્ટથી પરત આવ્યા હતા.

કારણ કે તેઓ વિમાનમાં સફર કરી શકયા ન હતા. જયારે ઈન્ડીયા નેરેટીવ નામની વેબસાઈટના જણાવ્યા પ્રમાણે અત્યંત નશામાં હોવાથી માનને વિમાનમાં પ્રવાસ કરવા દેવામાં ન આવ્યા હતા અને તેમનો સામાન પણ ઉતારવામાં આવ્યો હતો જેને કારણે ફલાઈટ પણ ચાર કલાક મોડી થઈ હતી. પંજાબ સરકારના અધિકારીઓના જણાવ્યા મુજબ લુફથાન્સા એરલાઈન્સના સ્ટાફને સમજાવવાની કોશીશ કરી હતી.

પરંતુ નિયમ બતાવીને માનને પ્રવાસ કરવાની મંજુરી આપી ન હતી. જો કે બીજી તરફ આમ આદમી પાર્ટીએ આ આક્ષેપ નકારતા કહ્યું કે અમારા રાજકીય વિરોધીઓએ ગંદુ પોલીટીકસ રમવાનું શરુ કરી દીધું છે અને મુખ્યમંત્રીને બદનામ કરવાની કોશીશ થઈ રહી છે. મુખ્યમંત્રી તેના નિર્ધારિત કાર્યક્રમ મુજબ જ દિલ્હી પરત આવ્યા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement