અરવિંદ કેજરીવાલ ફરી કાલે ગુજરાતમાં

19 September 2022 04:54 PM
Rajkot Gujarat Politics
  • અરવિંદ કેજરીવાલ ફરી કાલે ગુજરાતમાં

ગુજરાતમાં કોંગ્રેસ કરતા પણ વધુ સક્રિય બની ગયેલા આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હવે કાલે ગુજરાત આવી રહ્યા છે અને તેઓ વડોદરામાં શિક્ષકો સાથે સંવાદ કરશે. શ્રી કેજરીવાલ એક બાદ એક સમુદાયની નાડ પારખી રહ્યા છે.

અગાઉ અમદાવાદમાં રિક્ષાવાળાઓ સાથે સંવાદ કરીને કેજરીવાલે તેની આમ આદમીની વોટ બેંક મજબૂત કરવા પ્રયત્ન કર્યો હતો. અને હવે તેઓ આવતીકાલે વડોદરામાં શિક્ષક સમુદાય સાથે બેઠક કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના શિક્ષક મહાસંઘના આંદોલનમાં હાલમાં જ તડા પડ્યા છે.

ખાસ કરીને કેટલાક શિક્ષક નેતાઓએ સરકાર સાથે કુંલડીમાં ગોળ ભાંગી લીધાનો આક્ષેપ મુક્યો છે તે સમયે કેજરીવાલ હવે શિક્ષકો સાથેની સંવાદ કરીને રાજ્યભરના શિક્ષકોને સંદેશ મોકલવા માગે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement