અનાર પટેલ રાજકારણમાં ઝંપલાવશે ?

19 September 2022 04:57 PM
Rajkot Gujarat Politics
  • અનાર પટેલ રાજકારણમાં ઝંપલાવશે ?

ગુજરાતના એક સમયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હાલ ઉતરપ્રદેશના રાજ્યપાલ તરીકેની જવાબદારી બજાવી રહ્યા છે અને તેમની આ આખરી રાજકીય ઇનિંગ માનવામાં આવે છે. એક સમયે તેઓએ ગુજરાત બહાર નહીં જવાની જાહેરાત કરી હતી પરંતુ ત્યારબાદ તેઓને 2018માં મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા અને બાદમાં ઉતરપ્રદેશમાં રાજ્યપાલ 2019માં બન્યા અને 2024 સુધી તેઓ આ સ્થાન પર રહેશે તેમ માનવામાં આવે છે.

પરંતુ ભાજપના ઉચ્ચ સુત્રોના જણાવ્યા મુજબ આનંદીબેન પટેલ હવે તેમની આ ડ્યુટીની સાથે તેમના પુત્રી અનાર પટેલને રાજકારણમાં સ્થાન અપાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ટોચના સુત્રોના જણાવ્યા મુજબ હાલ આવી રહેલી ચૂંટણીમાં અનાર પટેલને અમદાવાદ અથવા તો પાટણમાંથી ટીકીટ અપાય તેવી શક્યતા છે.

ખાસ કરીને આનંદીબેનના જૂના મત વિસ્તારમાંથી તેમને લડાવાઈ તો આશ્ર્ચર્ય થશે નહીં. અનાર પટેલ લાંબા સમયથી સામાજિક સહિતના કાર્યક્રમમાં સક્રિય છે અને તેઓ આનંદીબેનનો રાજકીય વારસો આગળ વધારવા પણ આતુર છે.


Related News

Advertisement
Advertisement
Advertisement