હવે યુપીના સીએમ યોગીનું અયોધ્યા પાસે બન્યું મંદિર: સવાર-સાંજ પૂજા

19 September 2022 06:00 PM
India Politics
  • હવે યુપીના સીએમ યોગીનું અયોધ્યા પાસે બન્યું મંદિર: સવાર-સાંજ પૂજા

મંદિરમાં યોગીના દર્શને દૂર દૂરથી આવે છે લોકો!

અયોધ્યા તા.19 : આપણે ત્યાં સેલીબ્રીટીના મંદિર બને તેમાં કોઈ નવાઈ નથી. અહીં ક્રિકેટર સચીન તેંડુલકર, અભિનેતા અમિતાભ બચ્ચનના મંદિર બન્યા છે ત્યારે હવે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથનું પણ તેમના એક ભકતે બનાવ્યું છે. અયોધ્યાથી લગભગ 25 કિલોમીટર દૂર પ્રયાગરાજ હાઈવે પર ભરત કુંડ પાસે આ સીએમના મંદિરમાં સવાર સાંજ પુજા-આરતી થાય છે. પ્રસાદી પણ ધરાવાય છે.

આ મંદિર એ સ્થળે બનાવાયુ છે જયાં કયારેક ભગવાન શ્રીરામના વનવાસ જવા પર તેમના ભાઈ ભરતે ભાઈની ચાખડી રાખી હતી. યોગીનું આ મંદિર તેના પ્રચારકે બનાવ્યું છે. તેની ચર્ચા દૂર દૂર સુધી ફેલાઈ છે. યોગીના મંદિરે દર્શનાર્થીઓની ભીડ રહે છે! મંદિર બનાવનાર પ્રભાકર મૌર્યે જણાવ્યું હતું કે તે મુખ્યમંત્રી યોગીના કાર્યોથી ખૂબ જ પ્રભાવિત છે. તેમણે લોકકલ્યાણના જે રીતે કામો કર્યા છે તેથી તેમણે ભગવાન જેવું સ્થાન હાંસલ કરી લીધું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement