કેપ્ટન અંતે ભાજપમાં, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ભગવો ખેસ ધારણ કર્યો

19 September 2022 09:09 PM
India Politics
  • કેપ્ટન અંતે ભાજપમાં, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ભગવો ખેસ ધારણ કર્યો

● પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહે કોંગ્રેસથી અલગ થઈને પક્ષની રચના કરેલી, આ પંજાબ લોક કોંગ્રેસ પાર્ટીનું ભાજપમાં વિલય કરાયું ● અમરિંદરસિંહના પત્ની પટિયાલાથી કોંગ્રેસના સાંસદ છે, તે હાલ કોંગ્રેસમાં જ રહેશે

પટિયાલા:
પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસથી અલગ થઈને એક નવી રાજકીય પાર્ટી બનાવી હતી. કેપ્ટનની પત્ની પ્રનીત કૌર હાલમાં પટિયાલાથી કોંગ્રેસના સાંસદ છે. તે હાલ કોંગ્રેસમાં જ રહેશે.

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ સોમવારે ભાજપમાં જોડાયા છે. તેમની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ ભાજપમાં ભળી ગઈ. તેમના પુત્ર રણિન્દર સિંહ, પુત્રી જયેન્દ્ર કૌર, સહયોગી નેતાઓ અને ઘણા ભૂતપૂર્વ ધારાસભ્યો-મંત્રીઓ પણ વરિષ્ઠ ભાજપના નેતાઓ નરેન્દ્રસિંહ તોમર અને કિરણ રિજિજુની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.

ભાજપને પંજાબમાં કેપ્ટન અમરિન્દર સિંહના રૂપમાં એક મોટો શીખ ચહેરો મળ્યો છે. તેનાથી પંજાબના માલવા ક્ષેત્રમાં પાર્ટીને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે. તેના બદલામાં ભાજપ કેપ્ટનના પુત્ર-પુત્રીઓને રાજકીય પ્લેટફોર્મ આપવામાં મદદ કરી શકે છે. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે, જે ભાજપ 75 વર્ષથી વધુ વયના નેતાઓને ચૂંટણી લડવા માટે ટિકિટ નથી આપતું તેના માટે 80 વર્ષીય કેપ્ટન અમરિન્દર સિંહ કેટલા અસરકારક સાબિત થશે ? શું આ પછી ભાજપ પંજાબમાં મેદાન મારી શકશે?


Related News

Advertisement
Advertisement
Advertisement