જસદણ એટીએમમાં લાખોની ચોરી મામલે પોલીસે રાજકોટના યુવકને સ્ટેશને બોલાવી ઢોર માર માર્યો, જેનું લાગી આવતા રાજકોટના જય ગોસ્વામીનો આપઘાત : ખળભળાટ મચાવતો આક્ષેપ

19 September 2022 10:41 PM
Rajkot Crime Saurashtra
  • જસદણ એટીએમમાં લાખોની ચોરી મામલે પોલીસે રાજકોટના યુવકને સ્ટેશને બોલાવી ઢોર માર માર્યો, જેનું લાગી આવતા રાજકોટના જય ગોસ્વામીનો આપઘાત : ખળભળાટ મચાવતો આક્ષેપ
  • જસદણ એટીએમમાં લાખોની ચોરી મામલે પોલીસે રાજકોટના યુવકને સ્ટેશને બોલાવી ઢોર માર માર્યો, જેનું લાગી આવતા રાજકોટના જય ગોસ્વામીનો આપઘાત : ખળભળાટ મચાવતો આક્ષેપ
  • જસદણ એટીએમમાં લાખોની ચોરી મામલે પોલીસે રાજકોટના યુવકને સ્ટેશને બોલાવી ઢોર માર માર્યો, જેનું લાગી આવતા રાજકોટના જય ગોસ્વામીનો આપઘાત : ખળભળાટ મચાવતો આક્ષેપ
  • જસદણ એટીએમમાં લાખોની ચોરી મામલે પોલીસે રાજકોટના યુવકને સ્ટેશને બોલાવી ઢોર માર માર્યો, જેનું લાગી આવતા રાજકોટના જય ગોસ્વામીનો આપઘાત : ખળભળાટ મચાવતો આક્ષેપ

● મૃતક જયપુરી એટીએમમાં રૂપિયા નાખવાનું કામ કરતો, તેના સહિત કુલ ત્રણ લોકો પાસે જ 12 આંકડાનો કોડ હોય, ડિજિટલ લોક ખોલી રૂ.17.33 લાખની ચોરી થઈ હતી, પોલીસ ટોર્ચરથી આપઘાત કર્યાનો આરોપ લગાવી પરિવારનો મૃતદેહ સ્વીકારવાથી ઈન્કાર : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગોસ્વામી સમાજના ટોળા એકત્ર થતા પોલીસ દોડી

રાજકોટ:
જસદણ એટીએમમાં લાખોની ચોરી મામલે પોલીસે રાજકોટના યુવકને સ્ટેશને બોલાવી ઢોર માર માર્યો હોય જેનું લાગી આવતા રાજકોટના જય ગોસ્વામીએ આપઘાત કરી લીધાનો આક્ષેપ થતા ખળભળાટ મચી ગયો છે. મૃતક જયપુરી એટીએમમાં રૂપિયા નાખવાનું કામ કરતો હતો. તેના સહિત કુલ ત્રણ લોકો પાસે જ 12 આંકડાનો કોડ હોય, ડિજિટલ લોક ખોલી રૂ.17.33 લાખની ચોરી થઈ હતી. જેથી શંકાના આધારે પોલીસ સ્ટેશન બોલાવી પોલીસે ટોર્ચર કર્યું હોય એટલે જયપુરીએ આપઘાત કર્યાનો આરોપ લગાવી પરિવારે મૃતદેહ સ્વીકારવા ઈન્કાર કરતા પોલીસ સિવિલ હોસ્પિટલે દોડી ગઈ છે.

મળતી વિગત મુજબ જસદણના ખાનપર ગીતાનગર રોડ પર આવેલા બેન્ક ઓફ બરોડા શાખાના એટીએમનું બોક્સ ખોલી તેમાંથી રૂ.17.33ની રોકડ ચોરી કરી ગયાની ફરિયાદ જસદણ પોલીસમાં નોંધાઈ હતી. અત્રેની બેંક ઓફ બરોડા શાખામાં ચીફ મેનેજર તરીકે ફરજ બજાવતા પિન્ટુ કુમારે ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમારી બેંક શાખાની બાજુમાં બેક ઓફ બરોડાનું એ.ટી.એમ આવેલુ છે. જેમાં એ.ટી.એમ માં કેશ નાખવા વાળી એજન્સી તરીકે સીકયોર વેલ્યુ એજન્સી પાસે કોન્ટ્રકટ છે અને જેમાં રાજકોટના રવિન્દ્ર ગોસ્વામી લોકેશન ઇન્ચાર્જ છે. ગત તા.15/09 ના રોજ હું બ્રાન્ચ ખાતે હાજર હતો છએક વાગ્યે રાજકોટ ખાતેથી કસ્ટોડીયલ રવિન્દ્ર ગોસ્વામી તથા જયપુરી ગૌસ્વામી બન્ને આવ્યા હતા અને વાત કરી કે તેઓ એ એ.ટી.એમ. મશીન ખોલેલ હતુ ત્યારે મશીનમાં જેટલા પૈસા હોવા જોઇએ તેટલા પૈસા ન હતા જેથી અમારે સી.સી.ટી.વી. કેમેરા ચેક કરવા છે. હિસાબ કરતા જાણવા મળેલ કે રૂ.17.33 લાખ ઓછા હતા. સીસીટીવી જોતા ગત તા.06/09ના રાત્રીના કોઇ અજાણ્યો શખ્સ એ.ટી.એમ. મા આવીને એ.ટી.એમ. ચાવી વડે ખોલીને તેમાં પાસવર્ડ નાખી ને રૂપિયા કાઢી ગયાનું કેમેરામાં રેકોડીંગ થઇ ગયું હતું. રવિન્દ્ર ગૌસ્વામી એ મને વાત કરેલ કે તા.06/09 ના રોજ જયપુરી ગૌસ્વામી તથા મયુર બગડા બેલેન્સ નાખવા આવ્યા હતા અને તે અગાઉ 16/08 ના રોજ મયુરસીંહ ઝાલા તથા મયુર બગડા આવેલા હતા. પોલીસે તપાસ કરતા પાસવર્ડ મયુરસિંહ ઝાલા, મયુર બગડા અને જયપુરી ગૌસ્વામી સિવાય બીજા કોઇ પાસેના હોય જેથી ત્રણેય ઉપર શંકા હતી.

જયપુરીના પરિવારનો આક્ષેપ છે કે, તેની કોન્ટ્રાકટ કંપનીના રવિન્દ્રએ તા.16ના રોજ જયપુરીને બોલાવ્યો હતો અને પોલીસમાં નિવેદન લખાવવા જવું પડશે તેમ કહીં પોલીસ મથકે બોલાવેલ, ત્યાં પોલીસે ટોર્ચર કર્યું અને રૂપિયા ક્યાં છે તેવી પૂછપરછ કરી માર માર્યો હતો. જોકે જયપુરીએ પોતાને કંઈ ખબર ન હોવાનું જ કહ્યું હતું. તેમ છતાં પોલીસે માર માર્યો હતો. જે પછી જયપુરીના મામા વકીલ હોય, તેમને વાત કરતા તેઓ તા.17મીએ પોલીસ મથકે પહોંચ્યા હતા અને જયપુરીને ઓને ઓન ગેરકાયદે અટક કરી રાખ્યો હોય કાયદાકીય દલીલો કરતા, પોલીસે તેને ઘરે લઈ જવા દીધો હતો. જોકે જય ત્યારથી સુનમુન રહેતો. તેના પર આવી આળ હોય, લાગી આવતા આજે સાંજે પોતાના ઘરે ગળેફાંસો લગાવી લીધો હતો અને મોત વ્હાલું કર્યું હતું.


બનાવ વખતે ઘરના સભ્યો જોઈ જતા તુરંત જયપુરીને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતું. જોત જોતામાં ખબર મળતા જયના પરિવારજનો, મિત્રો, સગા સંબંધીઓ હોસ્પિટલમાં એકત્ર થવા લાગ્યા છે. રાત્રે 10.30 વાગ્યે પણ પીએમ રૂમ બહાર લોકોનો જમાવડો થતા અને આક્ષેપો થયા હોય. મૃતદેહ સ્વીકારવા પરિવારે સ્પષ્ટ ઇનકાર કરી દીધો હોય. પોલીસ દોડી ગઈ છે અને સમજાવટના પ્રયત્ન થઈ રહ્યા છે. આ તરફ પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. અને અન્ય કર્મચારીના ગુનાની સજા જયપુરી ગોસ્વામીને મળી હોવાનું પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement