મૃતક જય ગોસ્વામી છેલ્લે સુધી કહેતો રહ્યો, ચોરી થઇ એમાં મારો કોઇ વાંક નથી : જસદણ પોલીસના ટોર્ચરથી રાજકોટના યુવાનનો આપઘાત: મૃતદેહ સ્વીકારવા પરિવારનો ઇન્કાર

20 September 2022 11:24 AM
Jasdan Crime Rajkot Top News
  • મૃતક જય ગોસ્વામી છેલ્લે સુધી કહેતો રહ્યો, ચોરી થઇ એમાં મારો કોઇ વાંક નથી : જસદણ પોલીસના ટોર્ચરથી રાજકોટના યુવાનનો આપઘાત: મૃતદેહ સ્વીકારવા પરિવારનો ઇન્કાર
  • મૃતક જય ગોસ્વામી છેલ્લે સુધી કહેતો રહ્યો, ચોરી થઇ એમાં મારો કોઇ વાંક નથી : જસદણ પોલીસના ટોર્ચરથી રાજકોટના યુવાનનો આપઘાત: મૃતદેહ સ્વીકારવા પરિવારનો ઇન્કાર
  • મૃતક જય ગોસ્વામી છેલ્લે સુધી કહેતો રહ્યો, ચોરી થઇ એમાં મારો કોઇ વાંક નથી : જસદણ પોલીસના ટોર્ચરથી રાજકોટના યુવાનનો આપઘાત: મૃતદેહ સ્વીકારવા પરિવારનો ઇન્કાર
  • મૃતક જય ગોસ્વામી છેલ્લે સુધી કહેતો રહ્યો, ચોરી થઇ એમાં મારો કોઇ વાંક નથી : જસદણ પોલીસના ટોર્ચરથી રાજકોટના યુવાનનો આપઘાત: મૃતદેહ સ્વીકારવા પરિવારનો ઇન્કાર

► ATMમાંથી રૂા.17.33 લાખની ચોરી મામલે પોલીસે ત્રાસ આપ્યાનો આક્ષેપ

► પોલીસે ફડાકા માર્યાં, ખુંદીને પાટા માર્યા, માથામાં બેલ્ટના ઘા કર્યા, જય ‘પપ્પા...પપ્પા’ ની પોકાર કરતો રહ્યો, પણ હું લાચાર હતો કંઇ ન કરી શક્યો: મૃતકના પિતાની વેદના

રાજકોટ, તા.20 : જસદણ એટીએમમાં લાખોની ચોરી મામલે પોલીસે રાજકોટના યુવકને પોલીસ સ્ટેશને બોલાવી ઢોર માર માર્યો હોય જેનું લાગી આવતા રાજકોટના જય ગોસ્વામીએ આપઘાત કરી લીધાનો આક્ષેપ થતા ખળભળાટ મચી ગયો છે. મૃતક જયપરી અતુલપરી ગોસ્વામી(ઉ.વ.22) એટીએમમાં રૂપિયા નાખવાનું કામ કરતો હતો. તેના સહિત કુલ ત્રણ લોકો પાસે જ 12 આંકડાનો કોડ હોય, ડિજિટલ લોક ખોલી રૂ.17.33 લાખની ચોરી થઈ હતી. જેથી શંકાના આધારે પોલીસ સ્ટેશન બોલાવી પોલીસે ટોર્ચર કર્યું હોય એટલે જયપુરીએ આપઘાત કર્યાનો આરોપ લગાવી પરિવારે મૃતદેહ સ્વીકારવા ઈન્કાર કરતા પોલીસ સિવિલ હોસ્પિટલે દોડી ગઈ છે.

મળતી વિગત મુજબ ગઈકાલે સાંજે 6.30 આજ્ઞા આસપાસ રાજકોટના બેડીનાકા પાસે કાચબા મંદિર નજીક રહેતા જયપરી ગોસ્વામીએ પોતાના ઘરે ઉપર અગાસીમાં જૂનો સામાન રાખવાની કેબિનમાં લાકડાની આડી સાથે ચૂંદડી બાંધી ગળફાંસો લગાવી લેતા તેમના પિતા અતુલભાઈ, કૌટુંબિક કાકા કમલેશભાઈ વગેરેએ તેને સિવિલ હોસ્પિટલમાં નખસેડયો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરતા એકનું એક પુત્ર ગુમાવનાર પરિવારમાં કલ્પાંત છવાયો હતો. આ આપઘાત પાછળના વિસ્તૃત કારણ મુજબ જસદણના ખાનપર ગીતાનગર રોડ પર આવેલા બેન્ક ઓફ બરોડા શાખાના એટીએમનું બોક્સ ખોલી તેમાંથી રૂ.17.33ની રોકડ ચોરી કરી ગયાની ફરિયાદ જસદણ પોલીસમાં નોંધાઈ હતી.

અત્રેની બેંક ઓફ બરોડા શાખામાં ચીફ મેનેજર તરીકે ફરજ બજાવતા પિન્ટુ કુમારે ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમારી બેંક શાખાની બાજુમાં બેક ઓફ બરોડાનું એ.ટી.એમ આવેલુ છે. જેમાં એ.ટી.એમ માં કેશ નાખવા વાળી એજન્સી તરીકે સીકયોર વેલ્યુ એજન્સી પાસે કોન્ટ્રકટ છે અને જેમાં રાજકોટના રવિન્દ્ર ગોસ્વામી લોકેશન ઇન્ચાર્જ છે. ગત તા.15/09 ના રોજ હું બ્રાન્ચ ખાતે હાજર હતો છએક વાગ્યે રાજકોટ ખાતેથી કસ્ટોડીયલ રવિન્દ્ર ગોસ્વામી તથા જયપરી ગૌસ્વામી બન્ને આવ્યા હતા અને વાત કરી કે તેઓ એ એ.ટી.એમ. મશીન ખોલેલ હતુ ત્યારે મશીનમાં જેટલા પૈસા હોવા જોઇએ તેટલા પૈસા ન હતા જેથી અમારે સી.સી.ટી.વી. કેમેરા ચેક કરવા છે. હિસાબ કરતા જાણવા મળેલ કે રૂ.17.33 લાખ ઓછા હતા.

સીસીટીવી જોતા ગત તા.06/09ના રાત્રીના કોઇ અજાણ્યો શખ્સ એ.ટી.એમ. મા આવીને એ.ટી.એમ. ચાવી વડે ખોલીને તેમાં પાસવર્ડ નાખી ને રૂપિયા કાઢી ગયાનું કેમેરામાં રેકોડીંગ થઇ ગયું હતું. રવિન્દ્ર ગૌસ્વામી એ મને વાત કરેલ કે તા.06/09 ના રોજ જયપુરી ગૌસ્વામી તથા મયુર બગડા બેલેન્સ નાખવા આવ્યા હતા અને તે અગાઉ 16/08 ના રોજ મયુરસીંહ ઝાલા તથા મયુર બગડા આવેલા હતા. પોલીસે તપાસ કરતા પાસવર્ડ મયુરસિંહ ઝાલા, મયુર બગડા અને જયપુરી ગૌસ્વામી સિવાય બીજા કોઇ પાસેના હોય જેથી ત્રણેય ઉપર શંકા હતી. જયના પરિવારનો આક્ષેપ છે કે, તેની કોન્ટ્રાકટ કંપનીના રવિન્દ્રએ તા.16ના રોજ રાત્રે 8 વાગ્યે જયપરીને બોલાવ્યો હતો અને પોલીસમાં નિવેદન લખાવવા જવું પડશે તેમ કહીં પોલીસ મથકે બોલાવેલ,

ત્યાં પોલીસે ટોર્ચર કર્યું અને રૂપિયા ક્યાં છે તેવી પૂછપરછ કરી માર માર્યો હતો. જોકે જયપરીએ પોતાને કંઈ ખબર ન હોવાનું જ કહ્યું હતું. તેમ છતાં પોલીસે માર માર્યો હતો. મૃતકના પિતાના માસા હિતેન્દ્રગીરી જાણીતા વકીલ હોય, તેમને વાત કરતા તેઓ રાત્રે જ પોલીસ મથકે પહોંચ્યા હતા અને જયપરીને ઓને ઓન ગેરકાયદે અટક કરી રાખ્યો હોય કાયદાકીય દલીલો કરતા, પોલીસે તેને ઘરે લઈ જવા દીધો હતો. જોકે જય ત્યારથી સુનમુન રહેતો. તેના પર આવી આળ હોય, લાગી આવતા ગત સાંજે પોતાના ઘરે ગળેફાંસો લગાવી લીધો હતો અને મોત વ્હાલું કર્યું હતું. બનાવ વખતે ઘરના સભ્યો જોઈ જતા તુરંત જયપરીને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતું. જોત જોતામાં ખબર મળતા જયના પરિવારજનો, મિત્રો, સગા સંબંધીઓ હોસ્પિટલમાં એકત્ર થવા લાગ્યા છે.

પીએમ રૂમ બહાર લોકોનો જમાવડો થતા અને આક્ષેપો થયા હોય. મૃતદેહ સ્વીકારવા પરિવારે સ્પષ્ટ ઇનકાર કરી દીધો હોય. પોલીસ દોડી ગઈ છે અને સમજાવટના પ્રયત્ન થઈ રહ્યા છે. આ તરફ પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. અને અન્ય કર્મચારીના ગુનાની સજા જયપરી ગોસ્વામીને મળી હોવાનું પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે. મૃતકના પિતાનો આક્ષેપ છે કે, જય છેલ્લે સુધી કહેતો હતો કે ચોરીમાં તેનો કોઈ વાંક નથી. છતાં પોલીસે તેને ઢોર માર માર્યો હતો, હવે ન્યાય મળે તે માટે જવાબદાર સામે કાયદેસર કાર્યવાહી થાય પછી જ મૃતદેહ સ્વીકારીશું. આજે સવારે જયના મૃતદેહનું ફોરેન્સિક પીએમ થયું હતું. જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે.

પૂછપરછ માટે બોલાવી પછી જયને જવા દેવામાં આવેલ : પોલીસની સ્પષ્ટતા
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જસદણ એટીએમ ચોરીમાં જય સહિત ત્રણ લોકો શકમંદ હતા. તે ત્રણેય લોકોને પૂછપરછ માટે પોલીસ મથકે બોલાવાયા હતા. પૂછપરછ કર્યા બાદ જયને જવા દેવામાં આવેલ. તેને ફક્ત પૂછપરછ માટે બોલાવાયો હતો. ટોર્ચર નથી કરાયું, ટોર્ચરની વાતને પોલીસ રદિયો આપી રહી છે.

- બેડીનાકા પાસે રહેતો મૃતક જયપરી અઝખ રૂપિયા નાખવાનું કામ કરતો

- જય સહિત કુલ ત્રણ લોકો પાસે જ 12 આંકડાનો કોડ હતો

- જસદણ અઝખમાંથી ડિજિટલ લોક ખોલી રૂ.17.33 લાખની ચોરી થઈ હતી

- ગઈકાલે ઘરે ગળફાંસો ખાઈ મોત વ્હાલું કર્યું

- પોલીસ ટોર્ચરથી આપઘાત કર્યાનો આરોપ લગાવી પરિવારનો મૃતદેહ સ્વીકારવાથી ઈન્કાર

- રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગોસ્વામી સમાજના ટોળા એકત્ર થતા પોલીસ દોડી

- એસપી એ જવાબદારો સામે તપાસનો આદેશ આપ્યો


Related News

Advertisement
Advertisement
Advertisement