T20 વર્લ્ડકપની તૈયારીને ‘ફાઈનલ ટચ’ આપવા ઑસ્ટ્રેલિયા સામે આજથી મેદાને ઉતરશે ટીમ ઈન્ડિયા

20 September 2022 11:59 AM
India Sports
  • T20 વર્લ્ડકપની તૈયારીને ‘ફાઈનલ ટચ’ આપવા ઑસ્ટ્રેલિયા સામે આજથી મેદાને ઉતરશે ટીમ ઈન્ડિયા

સાંજે 7:30 વાગ્યાથી મોહાલીમાં બન્ને ટીમ વચ્ચે મુકાબલો: બોલરોની ગુંચ ઉકેલવા પર અપાશે વધુ ભાર: હર્ષલ-બુમરાહ ફાસ્ટ તો ચહલ-અક્ષરને મળી શકે સ્પીન બોલિંગ એટેકની જવાબદારી: કાર્તિકની જગ્યાએ પંતનું લગભગ પાક્કું

નવીદિલ્હી, તા.20
આજથી ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ટી-20 શ્રેણીનો પ્રારંભ થઈ રહ્યો છે. વર્લ્ડકપ પહેલાં પોતાનું ટીમ કોમ્બિનેશન અને તેમાં પણ ખાસ કરીને મીડલ ઑર્ડર અને બોલિંગ સાથે જોડાયેલી મુશ્કેલીઓનો ઉકેલ લાવવા ટીમ ઈન્ડિયા પ્રયાસરત રહેશે.

વર્લ્ડકપ પહેલાં રમાનારી મેચમાં અમુક ફાસ્ટ બોલરોને ભલે આરામ આપવામાં આવ્યો હોય પરંતુ અમુક ખેલાડીને બાદ કરતાં પોતાની મજબૂત ટીમ સાથે ભારત ઉતરી રહ્યું છે. આજે સાંજે 7:30 વાગ્યાથી મોહાલી ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર બન્ને ટીમો વચ્ચે ટક્કર થશે જેનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટસ ઉપર થશે.

હર્ષલ પટેલ અને જસપ્રિત બુમરાહની વાપસીથી બોલિંગ એટેક મજબૂત બન્યો છે. ટી-20 ફોર્મેટમાં વેરિએશન રાખવું અત્યંત મહત્ત્વપૂર્ણ હોય છે પરંતુ કેપ્ટન રોહિત શર્મા પહેલાંથી જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે વર્લ્ડકપ પહેલાં તેના ખેલાડીઓ તમામ સવાલોનો જવાબ શોધવાનો પ્રયાસ કરી લેશે.

એશિટા કપ દરમિયાન જાડેજાની ઈજાને કારણે ટીમમાં બોલિંગ કોમ્બિનેશન બગડી ગયું હતું. ભારતને પાંચ બોલરો સાથે રમવા માટે મજબૂર થવું પડ્યું કેમ કે તેની પાસે છઠ્ઠા બોલરનો વિકલ્પ જ ઉપલબ્ધ નહોતો. જો ભારત અક્ષર પટેલને પ્લેઈંગ ઈલેવનમાં રાખે છે તો તેની પાસે બોલરનો વધુ એક વિકલ્પ ઉપલબ્ધ બનશે.

હર્ષલ અને હાર્દિકના ફાસ્ટ બોલિંગ એટેક સાથે અક્ષર અને યુઝવેન્દ્ર ચહલના રૂપમાં બે સ્પીનર ટીમમાં સામેલ હોઈ ાકે છે. ઑસ્ટ્રેલિયાની ટીમને ધ્યાનમાં રાખીને જ ટીમ મેનેજમેન્ટ આ મેચો માટે ટીમ સંયોજન તૈયાર કરશે. જ્યાં સુધી ઓપનિંગની વાત છેતો રોહિતે સ્પષ્ટ કરી દીધું છે કે વર્લ્ડકપમાં તેની સાથે રાહુલ જ ઈનિંગનો પ્રારંભ કરશે પરંતુ આ શ્રેણીમાં કોહલી-રોહિત ઈનિંગની શરૂઆત કરે તેવી શક્યતા પણ છે.

બેટિંગ ક્રમમાં ટોચના ચાર બેટર નક્કી છે પરંતુ અત્યાર સુધી એ નક્કી નથી કે વિકેટકિપરના રૂપમાં ઋષભ પંતને લેવામાં આવશે કે દિનેશ કાર્તિકને. રવીન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થવાને કારણે પંતને ડાબા હાથનો બેટર હોવાથી કાર્તિકની જગ્યાએ ટીમમાં સ્થાન મળી શકે છે.

કાર્તિક ફિનિશરની ભૂમિકા માટે ટીમમાં લેવામાં આવ્યો છે. તેને એશિયા કપમાં બેટિંગની બહુ ઓછી તક મળી હતી પરંતુ ટીમ મેનેજમેન્ટ આગલા બે સપ્તાહમાં તેને ક્રીઝ પર વધુ સમય પસાર કરવાની તક આપી શકે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement