અંજારમાં અસામાજીક તત્ત્વોનો ત્રાસ

20 September 2022 12:32 PM
kutch
  • અંજારમાં અસામાજીક તત્ત્વોનો ત્રાસ

કારમાં આવેલા ત્રણ શખ્સો દ્વારા મસ્જીદનો ગેટ તોડવા પ્રયાસ

અંજારના સવાસર નાકા પાસે આવેલી એક મસ્જિદ પાસે કાર મારફતે આવી રાત્રીના સમયે, અમુક ઈસમો ધાર્મિક લાગણી દુભાવવા મસ્જિદનો ગેટ તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ 50-60 લોકોના ટોળાએ 3 ઇસમોને પકડી પોલીસના હવાલે કર્યા બાદ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ અંગે અંજાર પોલીસ મથકેથી દાઉદભાઈ મામદભાઈ મેમણની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ રાત્રે એક કાર મારફતે બીટાવલાડિયામાં રહેતો પુનાભાઈ આહીર , નાગલપરમાં રહેતો શંભુ આહીર, ખેડોઇ રહેતો જીતેન્દ્રસિંહ જાડેજા અને એક અજાણ્યો ઈસમ મેમણ મસ્જિદ પાસે આવી તેનો દરવાજો ખટખટાવીને અશોભનિય વર્તન કરેલ. અંજાર મુસ્લિમ સમાજના જવાબદાર આગેવાનો દ્વારા આ અસામાજિક તત્વો નામ જોગ ફરિયાદ દાખલ કરી હતી.


Loading...
Advertisement
Advertisement