માધવપુર (ઘેડ) ગામે દાતા પરિવાર દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને રાશનકીટનું વિતરણ

20 September 2022 12:32 PM
Porbandar
  • માધવપુર (ઘેડ) ગામે દાતા પરિવાર દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને રાશનકીટનું વિતરણ
  • માધવપુર (ઘેડ) ગામે દાતા પરિવાર દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને રાશનકીટનું વિતરણ

ગ્રીન ફર્ડ યુ.કે. સ્થિત દાતા પરિવાર દ્વારા વતનમાં સખાવત

(કેશુભાઈ માવદીયા) માધવપુર,તા. 20
વિદેશમાં વસતા મુળ ભારતીય શ્રી જલારામ મંદિર એન્ડ કોમ્યુનિટી સેન્ટર ગ્રીન ફર્ડ યુકેનાં દાતાઓ તરફથી જરુરિયાતમંદ પરિવારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

માધવપુરના પત્રકાર કેશુભાઇ માવદીયાનાં હસ્તે રાશન કીટ વિતરણ કાર્યક્રમનું દીપ પ્રગટાવી ઉદ્દઘાટન કર્યા બાદ દાતા દક્ષાબેન તથા પંકજભાઈ પટેલ અને લંડન (યુકે) તરફથી નાતજાતના ભેદભાવ વગર 55 જેટલા જરુરિયાતમંદ પરિવારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સેવાભાવી રાજેશભાઈ રામાણી, જીતુભાઈ વાસણ, કોળી સમાજના પ્રમુખ રુપેશભાઈ કરગટીયા, મુળુભાઈ વાસણ, મુખ્યાજી મહેન્દ્રભાઈ જોશી, મહેર સમાજના આગેવાન ભરતભાઈ, જાવીદખાન, હસમુખભાઈ, અરજણભાઈ ભુવા, રાજુભાઈ જાદવ, મહિલા મંડળની બહેનો વિ. ઉપસ્થિત રહ્યા હતા. નિરાધાર લોકો ભોજનની સેવા પુરી પાડતા જીતુભાઈ શીલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.


Loading...
Advertisement
Advertisement