આ વીકમાં બોલીવુડની અડધો ડઝન ફિલ્મોની રિલીઝ સામે સાઉથની ડઝનબંધ ફિલ્મોની ટકકર!

20 September 2022 04:37 PM
Entertainment India
  • આ વીકમાં બોલીવુડની અડધો ડઝન ફિલ્મોની રિલીઝ સામે સાઉથની ડઝનબંધ ફિલ્મોની ટકકર!

◙ આ સપ્તાહે સિનેમા હોલમાં નવી ફિલ્મોનો વરસાદ!

◙ સન્ની દેઓલની ‘ચુપ ધી રિવેન્જ ઓફ ધી આર્ટિસ્ટ’, ‘પ્રેમગીત-3’, ‘પીપલ ટ્રી’ સહિત તેલુગુ, તમિલ, મરાઠી ઉપરાંત હોલીવુડની ફિલ્મોની 23મીએ રિલીઝ

મુંબઈ: વીક એન્ડમાં એટલે કે તા.23 શુક્રવારે બોકસ ઓફિસ પર ઢગલાબંધ ફિલ્મો હજુ થઈ રહી છે, તેમાં બોલીવુડને સાઉથની ડઝનબંધ ફિલ્મોની ટકકરનો સામનો કરવો પડશે.

હાલ સિનેમા હોલ પર રણબીર-આલિયાની ‘બ્રહ્માસ્ત્ર’ સારી ચાલી રહી છે. તેને પણ આવતા શુક્રવારે ટકકરનો સામનો કરવો પડશે. આવનારા સપ્તાહે સન્ની દેઓલ અને સલમાનની જોડી ફિલ્મ ‘ચૂપ ધી રિવેન્જ ઓફ ધી આર્ટિસ્ટ’ રિલીઝ થઈ રહી છે.

23મીએ ‘પ્રેમગીત-3’, ‘ધોખા રાઉન્ડ ધી કોર્નર’, ‘ઈશ્ક પશ્મીના’, ‘પીપલ ટ્રી’ અને દીપિકા છિલ્લિકાની ફિલ્મ ‘ગાલિબ’ રિલીઝ થઈ રહી છે. બોલીવુડની ફિલ્મોને 23મીએ સાઉથની પણ ઢગલાબંધ ફિલ્મોનો સામનો કરવો પડશે.

તેલુગુની આઠ ફિલ્મો: તેલુગુ ફિલ્મો ‘કૃષ્ણા વૃંદા વિહારી’, ‘ડોંગલુન્નારુ જગરાથા’, ‘અલુરી’, ‘સર્વમ સિધામ’ વગેરે ફિલ્મો રજૂ થશે. તમિલનો ચોકો: આ સપ્તાહે તમિલ ફિલ્મો ‘ટ્રિગર’, ‘રેંડાગામ’, ‘બૂફફૂન’ અને ‘કુજહલી’ ફિલ્મો રિલીઝ થશે.

હોલીવુડની બે ફિલ્મો: આ સપ્તાહે હોલીવુડની બે ફિલ્મો રિલીઝ થશે. જેની કથા હોરર થ્રીલર છે. ‘ટેરેસા હેડ એ ડ્રીમ’ 21 સપ્ટેમ્બરે અને ‘ધી ઈન્વીટેશન’ 23 સપ્ટેમ્બરે રિલીઝ થશે.

કન્નડની ત્રણ ફિલ્મો: આ સપ્તાહે કન્નડ ફિલ્મ ‘ગુરુ શિષ્યરુ’, ‘રાજા રાની રોઅરર રોકેટ’, અને ‘સ્વચ્છ કર્ણાટક’ રિલીઝ થશે.

મલયાલમમાં ત્રણ: આ વીકમાં મલયાલમ ભાષામાં ‘ઓર્માકલી’, ‘ચટ્ટામ્બી’ અને ‘સિદ્દી’ ફિલ્મ સિનેમાહોલમાં રિલીઝ થશે.

મરાઠીમાં ત્રણ ફિલ્મો: મરાઠી ભાષામાં આ હપ્તે 3 ફિલ્મો ‘નેબર્સ’, ‘રાડા’, ‘પ્રીતિ અધૂરી’ બોકસ પર રજૂ થશે.

આ ઉપરાંત પંજાબી ભાષામાં એક ફિલ્મ 23મીએ રજૂ થવા જઈ રહી છે. આમ આ અઠવાડીયે તા.23મીએ બોકસ ઓફિસ પર મનોરંજનની વણઝાર છે.


Related News

Loading...
Advertisement
Advertisement