વડોદરા એરપોર્ટમાં કેજરીવાલ સામે લાગ્યા- ‘મોદી-મોદી’ ના નારા!

20 September 2022 04:51 PM
Vadodara Gujarat Politics
  • વડોદરા એરપોર્ટમાં કેજરીવાલ સામે લાગ્યા- ‘મોદી-મોદી’ ના નારા!

કેજરીવાલ મર્માળુ હસીને આગળ નીકળી ગયા

વડોદરા તા.20 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીને લઈને આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ફરી એકવાર વડોદરા પહોંચ્યા હતા ત્યારે એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા આવેલા લોકોમાંથી કેટલાકે ‘મોદી મોદી’ના નારા લગાવતા કેજરીવાલ ખૂબ જ સહજ રીતે મુધમાં હસીને આગળ નીકળી ગયા હતા.

જયારે કેજરીવાલના સમર્થકો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ‘કેજરીવાલ કેજરીવાલ’ના નારા લગાવ્યા હતા. આ અંગેની વિગત એવી છે કે હાલ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આપનો ત્રિપાંખીયો જંગ છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના પણ ગુજરાતના આંટાફેરા વધી ગયા છે ત્યારે ચૂંટણી પ્રચાર માટે વડોદરા આવેલા કેજરીવાલ જયારે એરપોર્ટના એકઝીટ ગેટ પહોંચ્યા ત્યારે પાર્ટીના કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત કર્યું હતું.

આ દરમિયાન ભાજપના સમર્થકોએ ‘મોદી-મોદી’ ના નારા લગાવ્યા હતા. જો કે કેજરીવાલ ખૂબ જ સહજ દેખાયા હતા અને મુછમાં હસીને આગળ નીકળી ગયા હતા. આ તકે ‘આપ’ના રાજય એકમના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા બુધવારે અમદાવાદની મુલાકાતે આવશે અને ઉતર ગુજરાતમાં પ્રચાર કરતા પહેલા સાબરમતી આશ્રમ જશે.


Related News

Loading...
Advertisement
Advertisement