‘તારા વિના શ્યામ’ ગરબાના લેખકનો કોપીરાઈટ માટે દાવો : ગાવા, વગાડવા માટે મંજુરી લેવી પડશે

20 September 2022 05:35 PM
Vadodara Gujarat Navratri 2022
  • ‘તારા વિના શ્યામ’ ગરબાના લેખકનો કોપીરાઈટ માટે દાવો : ગાવા, વગાડવા માટે મંજુરી લેવી પડશે

♦ આ ગરબા પર અન્ય ગાયકો-ગીતકારોએ હક જમાવતા લેખકનું પગલું

♦ ગરબાના લેખક વડોદરાના અતુલ પુરોહિત કહે છે- 1982માં મેં આ ગરબો લખેલો, 1985માં આલબમ બહાર પાડેલુ

વડોદરા તા.20
‘તારા વિના શ્યામ મને એકલડુ લાગે’ આ ગરબા ગીત છેલ્લા કેટલાય દાયકાથી નવરાત્રિમાં ખૂબ જ લોકપ્રિય રહે છે. લાખો ખેલૈયાઓ આ ગરબાના તાલે ઝુમતા હોય છે. પરંતુ ભાગ્યે જ કોઈ જાણતું હશે કે આ ગરબો વડોદરાના જાણીતા ગાયક અતુલ પુરોહિતે આજથી 30 વર્ષ પહેલા એટલે કે 1982માં લખ્યો હતો.

આ લોકપ્રિય ગરબા પર અન્ય ગાયકોએ હક કરતા અતુલ પુરોહિતે આ ગરબા પર કોપીરાઈટ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે. તેથી હવે શકય છે કે ગરબાના ગાયકો, આયોજકોએ કાર્યક્રમમાં આ ગરબો વગાડતા-ગાતા પહેલા અતુલ પુરોહિતની પરવાનગી લેવી પડશે, તેમને રોયલ્ટી પણ ચુકવવી પડશે.

હાલ નવરાત્રિના ખાસ શો માટે અમેરિકા ગયેલા અતુલ પુરોહિતે જણાવ્યું હતું કે તેમણે ‘તારા વિના શ્યામ...’ ગરબો 1982માં એસએસજી હોસ્પિટલના દરવાજે આવેલી ચાની કિટલી પર બેઠક દરમિયાન લખ્યો હતો. જેને વિનોદ આયંગરે સુંદર સંગીતમાં ઢાળ્યો હતો અને 1985માં ‘તારા વિના શ્યામ’ આલબમ રિલીઝ થયું હતું.

ત્યારે આ ગરબો સુપર હીટ થયો હતો. બાદમાં ઘણા ગીતકારો-ગાયકોએ આ ગરબો પોતે બનાવ્યાનો દાવો કર્યો હતો. અતુલભાઈ સામાન્ય લોકોને ગરબો ગાવા રોકવા માંગતા નથી.


Related News

Loading...
Advertisement
Advertisement