કાશ્મીરમાં અભિનેતા ઈમરાન હાઝમીના કાફલા પર પથ્થરમારો!

20 September 2022 05:43 PM
Entertainment
  • કાશ્મીરમાં અભિનેતા ઈમરાન હાઝમીના કાફલા પર પથ્થરમારો!

જો કે અભિનેતાનો ઈન્કાર: મને ગ્રાઉન્ડ ઝીરોના શુટીંગમાં લોકોનો ઉષ્માભર્યો આવકાર મળ્યો છે

શ્રીનગર તા.20 : આજે કાશ્મીરમાં ફિલ્મનું શુટીંગ કરવા જઈ રહેલા બોલીવુડના અભિનેતા ઈમરાન હાઝમી પર પથ્થરમારો થયો હતો. જો કે હાઝમીએ ટવીટ કરીને આ પ્રકારે કોઈ તેમનો વિરોધ થયો હોવાનું નકાર્યુ હતું અને જણાવ્યું હતું કે મને શ્રીનગરમાં લોકોએ ઉષ્માભર્યો આવકાર આપ્યો છે. એક અલગ અહેવાલ મુજબ ઈમરાન હાઝમી તેની ફિલ્મ ગ્રાઉન્ડ ઝીરોના શુટીંગ માટે કાશ્મીર ગયા ત્યારે શ્રીનગર અને પહેલગાવમાં તેમના કાફલા પર પથ્થરમારો થયો હતો. જો કે તેમાં હાઝમીને કોઈ ઈજા થઈ ન હતી અને તેમનો કાફલો આગળ વધ્યો હતો. હાઝમીનો આ બીજો કાશ્મીર પ્રવાસ છે. અગાઉ તેઓ પંદર દિવસ શુટીંગ કરી ચૂકયા હતા અને હવે બીજા તબકકાના શુટીંગ માટે તેઓ પહોંચ્યા તે સમયે પથ્થરમારો થયો હોવાના અહેવાલ હતા તથા તેને પોતાને ઈજા થઈ હોવાનું નકાર્યુ હતું.


Related News

Loading...
Advertisement
Advertisement