સુરતમાં જૈન સમાજના લોકોએ પોસ્ટર્સ સાથે કર્યો વિરોધ, કહ્યું-‘જૈન શાસન માટે અપશબ્દો નહીં ચલાવી લેવાય’

20 September 2022 09:23 PM
Surat Gujarat
  • સુરતમાં જૈન સમાજના લોકોએ પોસ્ટર્સ સાથે કર્યો વિરોધ, કહ્યું-‘જૈન શાસન માટે અપશબ્દો નહીં ચલાવી લેવાય’

● વોટ્સએપ ગ્રુપમાં વિવાદિત લખાણથી બેની ધરપકડ, કોર્ટમાં રજૂ કરાતા પ્લેકાર્ડ સાથે આરોપીઓનો વિરોધ ● જૈન સમાજ દ્વારા અયોધ્યામાં બની રહેલા રામમંદિરમાં દાન આપવામાં આવ્યું હતું. તેના વિરોધમાં ચારેય વ્યક્તિઓ ગ્રુપમાં વિવાદિત ટિપ્પણીઓ કરતા હતા

સુરત:
જૈન સમાજ દ્વારા અયોધ્યામાં બની રહેલા રામમંદિરમાં દાન આપવામાં આવ્યું હતું. તેના વિરોધમાં ચાર વ્યક્તિઓએ ગ્રુપમાં વિવાદિત ટિપ્પણીઓ કરી હતી જેને લઈ ગુનો નોંધાયો હતો. આરોપીઓ પકડાયા પછી તેને અદાલતમાં લઈ જવતા સુરતમાં જૈન સમાજના લોકોએ પોસ્ટર્સ સાથે વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, ‘જૈન શાસન માટે અપશબ્દો નહીં ચલાવી લેવાય’ સુરત કોર્ટની બહાર જૈન સમાજના લોકોએ ક્રાઈમ બ્રાન્ચે પકડેલા બે આરોપીઓની સામે પ્લેકાર્ડ અને સૂત્રોચાર સાથે દેખાવો કર્યા હતા. કોર્ટ કેમ્પસની બહાર જુદા જુદા પ્રકારના બેનર અને પ્લેકાર્ડ સાથે બંને આરોપીઓ વિરુદ્ધ સૂત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું. કોમવાદ ફેલાવનાર વિકૃત મનોવૃત્તિવાળા નરેશ અને નિકેશનો બહિષ્કાર કરો, નરેશ અને નિકેશ કોણ છે, જૈન સમાજના ગદ્દાર છે તેવા સૂત્રોચાર કરવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ અડાજણ વિમલનાથ રેસીડેન્સીમાં રહેતા અને કાપડનો વ્યવસાય કરતા ચંપક બાબુલાલ મહેતાએ મુંબઇમાં રહેતા નરેશ ઉર્ફે ડી.એન.આર. નિકેશ બોરીવલી, યોગેશ શાહ અને અજાણ્યા મોબાઇલ ધારક સહિત ચાર શખ્સો જૈન શ્વેતામ્બર, એક તિથિ પંથના અનુયાયીઓ દ્વારા બનાવવામાં આવેલા પ્રતુથ્થર વોટ્સએપ ગૃપમાં સભ્યો છે. જૈન સમાજે રામમંદિરમાં દાન આપ્યું હતું. તેના વિરોધમાં ચારેય વ્યક્તિઓ ગ્રુપમાં વિવાદિત ટિપ્પણીઓ કરતા હતા. એક રાજકીય પાર્ટી પણ રામના નામે રોકડી કરે છે તેવી ટિપ્પણીઓની સાથે રામમંદિરમાં પૂજા દર્શન કરવાથી આપણું સમકિત જાય તેવી ધાર્મિક લાગણીઓ ઉશ્કેરતી પોસ્ટ મૂકવામાં આવતી હતી.

જે પછી સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદને આધારે પોલીસે મુંબઈથી બે આરોપીની ધરપકડ કરી છે. નરેશ ઉર્ફે ડી.એન.આર. અને નિકેશ બોરીવલીને કોર્ટમાં રજૂ કરાયા હતા. આરોપીઓ સામે બદનક્ષીની અને બે ધર્મો પ્રત્યે વૈમનસ્ય ફેલાવવાની કોશિશ અંતર્ગત ગુનો નોંધાયો છે.


Related News

Loading...
Advertisement
Advertisement