ગોંડલ સીટ પરથી જયરાજસિંહના પરિવારમાંથી જ કોઈને ટીકીટ મળશે : સાંસદ રમેશભાઈ ધડુકનો સંકેત

20 September 2022 09:46 PM
Gondal Rajkot Saurashtra
  • ગોંડલ સીટ પરથી જયરાજસિંહના પરિવારમાંથી જ કોઈને ટીકીટ મળશે : સાંસદ રમેશભાઈ ધડુકનો સંકેત

ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ રીબડા અને અનિરુદ્ધસિંહ જાડેજા પર પ્રહાર કર્યા હતા, જે પછી આ ગજગ્રાહ મુદ્દે રમેશ ધડુકે સ્પષ્ટતા કરી કે, આક્ષેપ ભલે થતા અંતે તો પાર્ટી જ નક્કી કરશે કોને ટિકિટ આપવી

રાજકોટ, તા.20
ગોંડલ સીટ પરથી જયરાજસિંહના પરિવારમાંથી જ કોઈને ટીકીટ મળશે, આવો સંકેત ભાજપ સાંસદ રમેશભાઈ ધડુકે આપ્યો છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ રીબડા અને અનિરુદ્ધસિંહ જાડેજા પર પ્રહાર કર્યા હતા, જે પછી આ ગજગ્રાહ મુદ્દે રમેશભાઈ ધડુકે સ્પષ્ટતા કરી કે, આક્ષેપ ભલે થતા અંતે તો પાર્ટી જ નક્કી કરશે કોને ટિકિટ આપવી.

પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકે જણાવ્યું હતું કે,'ચૂંટણી આવે ત્યારે આ પ્રકારની ટીકાઓ તો થતી જ રહે છે. ટૂંક સમયમાં જયરાજસિંહ અને અનિરૂદ્ધસિંહ વચ્ચે ઘી ના ઠામમાં ઘી પડી જશે રહી વાત આક્ષેપોની તો આક્ષેપ ભલે થતા પાર્ટી નક્કી કરશે કોને ટિકિટ આપવી. જોકે આ તરફ એક ટીવી ઇન્ટરવ્યૂ દરમિયાન શ્રી ધડુકે સંકેત આપ્યો હતો કે, જયરાજસિંહના પરિવારમાંથી જ કોઈને ટીકીટ મળશે.

ગઈકાલે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં તેમણે રીબડા અને અનિરુદ્ધસિંહ જાડેજા અંગે કહ્યું હતું કે, "મારે એમના વિશે એક પણ ઘસાતો શબ્દ બોલવો નથી. પણ મારે દુઃખ સાથે એટલું કહેવું છે રાજકારણમાં ક્યારેય કોઈ કોઈના કાયમી મિત્ર નથી અને કોઈ કાયમી દુશ્મન નથી તમે ક્યાં બેસો છો? તેની તમને સભાન અવસ્થા હોવી જોઈએ આવું મારું માનવું છે માની લ્યો કે કોઈ કારણોસર હું તમને નથી ગમ્યો એટલે તમે બીજા સભ્ય સમાજ પાસે બેસો છો તમે રીબડા મહિપતસિંહ બાપુના પગમાં હાથ નાખો છો. આ બાબતે હું જયંતીભાઈ ની ટીકા કરું છું તમે મારા વડીલ છો, મારાથી કોઈ ભૂલ થશે અને તમે મને ઠપકો આપશો તો એ હું માથે ચડાવીશ. વધુમાં તેમણે કહ્યું કે,અનિરુદ્ધસિંહ એવું કહે છે કે યાર્ડનું રક્ષણ તો હું કરીશ. પણ તમારે દૂધની ભલામણ કરવી હોય તો મીંદડી ને છેટી રાખવી પડે. રીબડામાં જેની ઇન્ડસ્ટ્રીઝ હશે એ બધા મિત્રોને ખબર હશે. રીબડાની અંદર જમીન કેવી રીતે વેચાય છે." આ વીડિયો પછી રાજકારણ ગરમ થયું છે.


Related News

Loading...
Advertisement
Advertisement