એશિયા કપમાં ફરી ભારત-પાકિસ્તાન વચ્ચે 7 ઑક્ટોબરે કાંટે કી ટક્કર

21 September 2022 09:52 AM
India Sports World
  • એશિયા કપમાં ફરી ભારત-પાકિસ્તાન વચ્ચે 7 ઑક્ટોબરે કાંટે કી ટક્કર

વિમેન્સ ટૂર્નામેન્ટનો કાર્યક્રમ જાહેર: 1 ઑક્ટોબરથી શરૂ થનારા એશિયા કપમાં ટીમ ઈન્ડિયા શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ સહિતની ટીમો સામે ટકરાશે: બાંગ્લાદેશમાં રમાશે ટૂર્નામેન્ટ

નવીદિલ્હી, તા.21
ભારતી મહિલા ટીમ આવતાં મહિનાથી બાંગ્લાદેશના સિલહટમાં શરૂ થનારા મહિલા ટી-20 એશિયા કપમાં 7 ઑક્ટોબરે કટ્ટર હરિફ પાકિસ્તાન સામે ટકરાશે. એશિયન ક્રિકેટ કાઉન્સીલ (એસીસી) પ્રમુખ જય શાહે આ જાહેરાત કરી છે. 1 ઑક્ટોબરથી શરૂ થનારી અને 15 દિવસ સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં સાત ટીમો ભાગ લેશે. ટૂર્નામેન્ટ રાઉન્ડ રોબિન આધારે રમાશે જેમાં ટોચની ચાર ટીમો સેમિફાઈનલ માટે ક્વોલિફાય કરશે.

આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી ટીમોમાં ભારત, પાકિસ્તાન, યજમાન બાંગ્લાદેશ, શ્રીલંકા, યુએઈ, થાઈલેન્ડ અને મલેશિયાનો સમાવેશ થા છે. તાલીબાનના સત્તામાં આવ્યા બાદ અફઘાનિસ્તાનની કોઈ મહિલા ટીમ નથી. ભારત આ ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત શ્રીલંકા વિરુદ્ધ કરશે.

ભારતીય ટીમનો શ્રીલંકા સામે મુકાબલો 1 ઑક્ટોબરે થશે. આ પછી 3 ઑક્ટોબરે મલેશિયા સામે, 4 ઑક્ોબરે યુએઈ સામે ટક્કર થશે. આ રીતે બે દિવસમાં બે મુકાબલા ટીમ ઈન્ડિયા રમશે. ત્યારબાદ સાત ઑક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળશે. આઠ ઑક્ટોબરે ટીમ ઈન્ડિયાની મેચ બાંગ્લાદેશ સામે અને 10 ઑક્ટોબરે થાઈલેન્ડ સામે થશે.

એકંદરે 10 દિવસની અંદર ટીમ ઈન્ડિયા એશિયા કપની તમામ લીગ મેચ રમી લેશે. ટૂર્નામેન્ટનો સેમિફાઈનલ 11 અને 13 ઑક્ટોબરે રમાશે. જ્યારે ફાઈનલ 15 ઑક્ટોબરે રમાશે.


Related News

Loading...
Advertisement
Advertisement