રાપરના મૌવાણા નજીક રણ તરફથી આવતી ગાડીમાં અઢી લાખનો શરાબ જપ્ત કરાયો

21 September 2022 10:16 AM
kutch
  • રાપરના મૌવાણા નજીક રણ તરફથી આવતી ગાડીમાં અઢી લાખનો શરાબ જપ્ત કરાયો

(ગની કુંભાર) ભચાઉ, તા. ર1
રાપર તાલુકાના મૌવાણા નજીક રણમાંથી પોલીસે રૂા. 2,51,120ના અંગ્રેજી શરાબ સાથે એક શખ્સની અટક કરી હતી. આ બનાવમાં દારૂ?મોકલનાર તથા મંગાવનારના નામ બહાર આવ્યા હતા.સાંતલપુરના વૌવા ગામથી દારૂ ભરી એક બોલેરો ગાડી રાપરના મૌવાણા બાજુ આવતી હોવાની પૂર્વ બાતમીના આધારે સાયબર ક્રાઇમ પોલીસે મૌવાણાથી વૌવા જતા ખારી રણના માર્ગ ઉપર વોચ ગોઠવી હતી. દરમ્યાન, વૌવા બાજુથી રણમાંથી આવતી સિલ્વર રંગની નંબર વગરની બોલેરોને પોલીસે અટકાવી તલાશી લેતાં તેમાંથી શરાબ નીકળી પડયો હતો.આ વાહનમાં સવાર ગેડીના શૈલેન્દ્રસિંહ ઉર્ફે શૈલુભા ગાવિંદસિંહ સોઢાની અટક કરવામાં આવી હતી તથા વાહનમાંથી ગ્રીન લેબલ 750 એમ.એલ.ની 108, વિન્ટેજ ઓરેન્જ વોડકાની 750 એમ.એલ.ની 168, વાઇટ લેસ વોડકા (ઓરેન્જ)ના 180 એમ.એલ.ના 264 ક્વાર્ટરિયા તથા કિંગફિશર બિયરના 1296 ટીન એમ કુલ રૂા. 2,51,120નો શરાબ હસ્તગત કરવામાં આવ્યો હતો.

પકડાયેલા શખ્સને તેના ભાગીદાર અર્જુનસિંહે હેતુભા વાઘેલા (રહે. ગેડી)એ ફોન કર્યો હતો અને ભલા જીવા રાજપૂત વૌવાની ખારી પાસે સ્કોર્પિયો ગાડી નંબર જી.જે. 1 આર.ડી. 8429માં દારૂ? ભરીને લાવશે જે બોલેરો કેમ્પરમાં ખાલી કરી આપશે. જેથી આ શખ્સ ત્યાં દારૂ લેવા ગયો હતો જ્યાં સ્કોર્પિયો લઇને અજાણ્યો શખ્સ આવ્યો હતો અને પોલીસના હાથે પકડાયેલા શૈલેન્દ્રસિંહને બોલેરોમાં ઠાલવી આપ્યો હતો.આ શખ્સ દારૂની ખેપ મારી ગેડી લઇ જવાનો હતો. આ અંગે બાલાસર પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ પી.એસ.આઇ. જ્યોત્સનાબેન એન. ચાવડાએ હાથ ધરી છે.


Loading...
Advertisement
Advertisement