મોટીવાવડીના વેપારીને આપઘાત કરવા માટે મજબુર કરવાના ગુનાના આરોપીઓનો નિર્દોષ છૂટકારો

21 September 2022 10:35 AM
Dhoraji
  • મોટીવાવડીના વેપારીને આપઘાત કરવા માટે મજબુર કરવાના ગુનાના આરોપીઓનો નિર્દોષ છૂટકારો

ધોરાજી સેશન્સ અદાલતનો ચૂકાદો

મોટીવાવડી,તા.21
મોટીવાવડીના કપાસ મગફળીના વેપારી રજનીકાન્ત કાન્તીભાઈ મણવરને મોટીવાવડી ગામના વજુભાઈ પોપટભાઈ ચીકાણી અને ધીરૂભાઈ ગોપાલભાઈ કોરડીયા અને પ્રદિપ ઉર્ફે ચીકુડો બાવનજીભાઈ કોરડીયાએ એકસંપ કરી લેણી રકમની ઉઘરાણી બાબતે ધમકીઓ આપી માનસીક ત્રાસ આપી આપઘાત કરવા મજબુર કરતા રજનીકાન્તભાઈએ સ્યુસાઈડનોટ લખી ઝેરી દવા પીને આપઘાત કરી લેતા આરોપીઓ સામે ધોરાજી પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો.કલમ 306,504,114 મુજબ ગુન્હા નોંધાયેલ..

ત્યાર બાદ પોલીસે આરોપી સામે ચાર્જશીટ રજુ કરતા સદર હું કેસ ચાલી જતા આરોપીઓ પક્ષે ધોરાજીના યુવા વકિલ અરવિંદકુમાર જી.કાપડીયા તથા જયદિપ ટી.કુબાવતએ ફરીયાદ પક્ષના સાક્ષી તથા સાહેદોની ઉલટ તપાસ લીધેલ અને ઉચ્ચ અદાલતના ચુકાદાના ચુકાદા સિદ્ધાંતો ટાંકી વિસ્તૃત દલીલો આરોપીઓના બચાવમાં કરતાં. ધોરાજી એડી.ડિસ્ટ્રી.એન્ડ સેશન્સ કોર્ટના જજ આર.એમ.શર્માએ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આકામમાં આરોપીના બચાવ પક્ષે ધોરાજીના વકિલ અરવિંદકુમાર જી.કાપડીયા તથા જયદિપ ટી.કુબાવત રોકાયેલ હતાં.


Loading...
Advertisement
Advertisement