મોવીયામાં હરદ્દતપુરી બાપુની પુણ્યતિથિ નિમિતે પૂજન,ભજન, ભોજનના કાર્યક્રમો

21 September 2022 10:41 AM
Gondal
  • મોવીયામાં હરદ્દતપુરી બાપુની પુણ્યતિથિ નિમિતે પૂજન,ભજન, ભોજનના કાર્યક્રમો
  • મોવીયામાં હરદ્દતપુરી બાપુની પુણ્યતિથિ નિમિતે પૂજન,ભજન, ભોજનના કાર્યક્રમો

હોમાત્મક પંચકુંડીયજ્ઞ યોજાયો: રાત્રે સંતવાણી કાર્યક્રમ

ગોંડલ,તા.21
ગોંડલ ના મોવિયા ખાતે આવેલ ચૈતન્ય સમાધિ ધામ ખાતે સંત હરદ્દતપુરી બાવાજી બાપુની 371મી પુણ્યતિથિ ધામધૂમ પૂર્વક આજે ભાદરવ વદ - 11 ને તા. 21/09ને બુધવારે ભવ્યાતિભવ્ય ઉજવાશે. જેમાં દર્શન, પૂજન, ભજન, અને ભોજનના વિવિધ કાર્યક્રમો યોજાશે.મંગળવારે હોમાત્મક પંચકુંડી યજ્ઞ તથા તા.21/09/22 ને બુધવારે સવારે 7 થી 2 મોવિયા ગ્રામપંચાયત ની કચેરી ખાતે રક્તદાન કેમ્પ નું પણ આયોજન કરવામાં આવેલ છે.

સાથો સાથ સવારે 7 વાગ્યા થી બટુક ભોજન તેમજ સમસ્ત ભક્તો માટે મહાપ્રસાદ, સંતભોજન, સમૂહભોજન નું આયોજન કરવામાં આવેલ છે. બપોર બાદ શોભાયાત્રા નું પણ આયોજન કરાયું છે જેમાં ઢોલ નગારા અને ડી.જે. સંગ સમસ્ત ગ્રામ્ય જનો આ શોભાયાત્રા માં હર્ષભેર જોડાશે.

આ ઉપરાંત રાત્રીના સંતવાણી પીરસવામાં આવશે. ઉપસ્થિત કલાકારો સંતવાણીની મોજ કરાવશે.કાર્યક્રમો ભાવીકોને લાભ લેવા મંદિર ના પૂજારી પરિવાર ના દિલીપપરી, મનસુખપરી, હિરેનપરી એ જણાવેલ છે.


Loading...
Advertisement
Advertisement