રાજકોટમાં જવેલર્સનો ભાગીદાર રૂ।.50 લાખનું સોનું અને રૂ।.2 લાખની રોકડ લઈ ફરાર

21 September 2022 11:23 AM
Rajkot Crime
  • રાજકોટમાં જવેલર્સનો ભાગીદાર રૂ।.50 લાખનું સોનું અને રૂ।.2 લાખની રોકડ લઈ ફરાર

► સોનીબજારમાં કેશવ જવેલર્સના બીજા ભાગીદાર મિતેષભાઈ સોનીએ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી: તિજોરીના નંબર બંને ભાગીદાર અને ત્યાં 20 વર્ષથી કામ કરતા વિશ્ર્વાસુ શ્રમિકને જ ખબર હતા

► શ્રમિક પોતાનું કામ પૂરું કરી તિજોરીમાં વધેલું સોનુ મુકવા જતા રોકડ અને 1150 ગ્રામ સોનુ ગાયબ હતું!:ભાગીદારના ઘરે તપાસ કરતા બે દિવસથી ઘરે આવ્યો નહીં હોવાનું પરિવારનું રટણ:પોલીસે તપાસ આદરી

રાજકોટ,તા.21 : ગુંદાવાડી-26માં કેતન સિમેન્ટની બાજુમાં રહેતા મીતેષભાઈ ચંદ્રકાન્તભાઈ પાટડીયા(સોની)(ઉ.વ .47) સોની બજારમાં કેશવ જવેલર્સ નામે દુકાન ધરાવે છે તેના પાર્ટનર રાજનભાઈ મનુભાઈ ઠુમમર જવેલર્સની તેજોરીમાંથી રૂ।.2 લાખ રોકડા અને રૂ।.50 લાખનું સોનુ લઈ ફરાર થઇ જતા તેઓની સામે એ ડિવિઝન પોલીસમાં છેતરપીંડી કરતા તેઓની શોધખોળ આદરી છે.

મિતેષભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા પરીવાર સાથે રહુ છુ અને સોની બજાર મેઈન રોડ પીપળા વાળી શેરી ના નાકે કેશવ જવેલર્સ નામની દુકાન ધરાવી સોનીકામ કરુ છુ અને આ ઉપરોક્ત દુકાન અમારા પંદરેક વર્ષ જુના મીત્ર રાજનભાઈ મનુભાઈ ઠુમ્મર સાથે ભાગીદારીમાં 2019 માં ચાલુ કરેલ હતી અને બાદમાં 2021 માં અમોએ ભાગીદારી બીડ કરાવેલ હતી અને અમારી ઉપરોક્ત દુકાનમાં નવેક માણસો સોનીકામનુ મજુરીકામ કરે છે.અમારું કામ સોની વેપારીઓના ઓર્ડર પરથી તેઓને સોનાના દાગીના બનાવી આપવાનુ છે અને અમારી પાસે રહેલ ફાઈન સોનુ તેમજ વેપારી પાસેથી સોનાના દાગીના બનાવવા આપેલ ફાઈન સોનું તથા હિસાબના રૂપીયા અમારી દુકાનમાં આવેલ તીજોરીમાં રાખીયે છીએ.જે તીજોરીના લોક ખોલવા માટે એક ખાનગી નંબર રાખેલ છે.

જે નંબર હુ તથા મારા ભાગીદાર રાજન તથા અમારી દુકાનમાં છેલ્લા વીસેક વર્ષથી કામ કરતા રાજેષભાઈ જયસુખભાઈ વાઘેલા નાઓ એમ ત્રણને જ ખબર છે. ગઈ તા.13/09 ના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યાની આસપાસ અમારી દુકાન બંધ કરવાનો સમય થઈ ગયેલ હોય જેથી કારીગરને સોનાના દાગીના બનાવવા આપ્યા હતા.ફાઈન સોનું તેમજ અમારી પાસે અમારી દુકાનનુ સ્ટોકમાં રાખેલ ફાઈન સોનું તેમજ હિસાબના પૈસા એમ બધુ અમારી તીજોરીમાં રાખી દુકાન બંધ કરી અમારા ઘરે જતાં રહયા હતા.બીજા દીવસે તા.14/09 ના રોજ સવારના સાડા આઠેક વાગ્યે હુ તથા મારા ભાગીદાર રાજનભાઈ બન્ને સાથે અમારી દુકાને આવેલ અને તીજોરીમાંથી અમુક ફાઈન સોનુ કારીગરોને કામ કરવા આપ્યું હતું અને બાકી કુલ 1150 ગ્રામ ફાઈન સોનુ તથા રૂ।,00,000 રોકડ રકમ તીજોરીમાં રહેવા દીધા હતાં અને બાદમાં તીજોરી બંધ કરી હતી. બાદ બપોરના સવા બારેક વાગ્યે આ રાજને મને કહેલ કે મારી આંખ દુખે છે હું દવા લેવા જાવ છું

તેમ કહી તે દુકાનેથી નીકળી ગયો હતો અને બાદમાં આશરે એક વાગ્યાની આસપાસ હું પણ મારા ઘરે જમવા માટે ગયો અને ઘરે જમતો હતો તે વખતે અમારી દુકાનમાં કામ કરતા રાજેશ ઉર્ફે રાજુનો ફોન આવેલ અને જણાવેલ કે તમે જલ્દી દુકાને આવો જેથી હું તરતજ અમારી દુકાને ગયેલ અને આ રાજુએ અમને જણાવેલ કે કારીગરનુ કામ પત્યા બાદ વધેલુ ફાઈન સોનુ તીજોરીમાં રાખવા જતા મે જોયેલુ તો આ તીજોરી ખાલી હતી જેથી આ તીજોરી ના લોકના ખાનગી નંબર આ રાજુ અને મારા સીવાય અમારા ભાગીદાર રાજનભાઈ જાણતા હોય જેથી આ રાજનભાઈ છેલ્લા બે મહીનાથી ફોન રાખતા ના હોય અમોએ તેમના પિતા મનુભાઈને ફોન કરેલ અને પુછેલ કે રાજન ઘરે છે? જેથી આ મનુભાઈએ જણાવેલ કે રાજન સવારે દુકાન જવા માટે નીકળેલ પરત ઘરે આવેલ નથી. તેની શોધખોળ કરી પરંતુ ક્યાંય મળી આવ્યો નહોતો.જેથી રાજને મીત્રતાનો લાભ લઈ વિશ્વાસમાં લઈ ભાગીદારીનું કુલ 1150 ગ્રામ ફાઈન સોનુ જેની કિ.રૂ।.50,00,000 ની ગણાય તે તથા રોકડ રકમ રૂ।.2,00,000 મળી કુલ રૂ।.52,00,000 ની છેતરપીંડી કરી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement