ધોરાજીમાં મહિલા મોરચા દ્વારા હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજાયો

21 September 2022 11:57 AM
Dhoraji
  • ધોરાજીમાં મહિલા મોરચા દ્વારા હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ પ્રસંગે : સરસ્વતી કોલેજના વિદ્યાર્થીઓએ વિશાળ સંખ્યામાં લાભ લીધો

(સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા) ધોરાજી તા.21: નરેન્દ્ર મોદીજીના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા મોરચા દ્વારા હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજાયો હતો. ધોરાજીની સરસ્વતી કોલેજ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે ધોરાજી મહિલા મોરચા દ્વારા હિમોગ્લોબીન ચેકઅપનો કેમ્પ યોજાયેલ હતો.

જેમાં તમામ વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓને હિમોગ્લોબીન ચેક કરી આપવામાં આવેલ હતું. આ તકે ડોકટર સેલ રાજકોટ જીલ્લા ક્ધવીનર હાર્દિક સંઘાણી, પરેશ ગામોટ, પલ્લવીબેન ગામોટ (શ્રીજી લેબોરેટરી) મહિલા મોરચાના વિશાખાબેન વઘાસીયા, ધર્મિષ્ઠાબેન ચાવડા, દીપલબેન ગેવરીયા, કીંજલબેન પોકીયા, જાનવી વઘાસીયા, તુલસી વઘાસીયા સહિતના હાજર રહેલ હતા.


Loading...
Advertisement
Advertisement