એન્ટિબાયોટિકને પણ નથી ગાંઠતા ગંગાજળના બેક્ટિરિયા

21 September 2022 12:24 PM
India
  • એન્ટિબાયોટિકને પણ નથી ગાંઠતા ગંગાજળના બેક્ટિરિયા

► માનવી દ્વારા ઠલવાતા પ્રદુષણના કારણે ગંગાજળ બન્યું ઝેર સમાન

► અલાહાબાદ વિશ્વ વિદ્યાલયના પર્યાવરણ વિજ્ઞાન કેન્દ્રના સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો : ગંગા નદીમાં નાલા અને ગટરના માર્ગે ઠલવાતી ગંદકીના કારણે ગંગાજળના બેક્ટિરિયા એન્ટિબાયોટિક પ્રૂફ બની ગયા, જેના કારણે ગંગાજળનું પાણી ખતરનાક બન્યું

અલાહાબાદ,તા. 21
ગંગાનું જળ અમૃત મનાય છે, પવિત્ર મનાય છે પણ માનવ દ્વારા ગંગામાં ઠલવાતા કચરા, ગટરોની ગંદકીથી પવિત્ર ગંગા મેલી થઇ ગઇ છે, ત્યાં સુધી કે ગંગાજળમાંથી મળેલા બેક્ટિરિયા પર એન્ટી બાયોટિક દવાની પણ કંઇ અસર થતી નથી, ગંગાજળના બેક્ટિરિયા એન્ટી બાયોટિક પ્રૂફ બની ગયા છે, જે ખતરનાક ઘટના છે. આ ચોંકાવનારો ખુલાસો અલાહાબાદ વિશ્વ વિદ્યાલયના પર્યાવરણ વિજ્ઞાન કેન્દ્ર એક સંશોધનમાં થયો છે. આ સંશોધન એક્સપિયર નેધરલેન્ડનાં એક આંતરરાષ્ટ્રીય જર્નલ રિપોર્ટસમાં પ્રકાશિત થયો છે.

સંશોધન રિપોર્ટ અનુસાર સીવેજ (ગટર)ના માધ્યમથી નદીઓમાં પહોંચી રહેલા માનવ અને પશુઓમાં જોવા મળતા એન્ટી બાયોટિકના કારણે રોગ જનિત બેક્ટિરિયામાં એન્ટી બાયોટિક સાથે લડવાની પ્રતિરોધક ક્ષમતા વિકસિત થઇ ગઇ છે. આ બેક્ટિરિયાના ડીએનએમાં એન્ટી બાયોટિકને તોડનાર જીન્સ મળ્યું છે. સંશોધનનું નેતૃત્વ કરનાર ડો. સુરનજીત પ્રસાદના અનુસાર આ સંકેત ખતરનાક છે. કારણ કે દુનિયામાં દર વર્ષે લગભગ 12 લાખ મૃત્યુ એન્ટી બાયોટિક રિજેસ્ટેન્સ બેક્ટિરીયલ ઇન્ફેકશનથી થાય છે.

ડો. પ્રસાદના જણાવ્યા અનુસાર સંશોધન દરમિયાન એવા સ્થળોએથી નમૂના લેવામાં આવ્યા, જ્યાં નાલા કે ગટરના પ્રદુષિત પાણી ગંગા નદીમાં ભળે છે. તેમાં એક સ્થળ રસૂલાબાદ ઘાટ પણ છે. નાલા અને ગટરમાં પડતી ગંદકી સાથે આસપાસના ગંગા જળના નમૂના પણ લેવામાં આવ્યા હતા. બંનેમાં એક સમાન બેક્ટિરિયા મળી આવ્યા હતા, જેમાં એન્ટી બાયોટિક સાથે લડવાની પ્રતિરોધક ક્ષમતા જોવા મળી હતી. જો આ બેક્ટિરિયા ગંગા જળના માધ્યમથી કોઇ વ્યક્તિનાં શરીરમાં પ્રવેશ કરી જાય છે તો તેના પર એન્ટીબાયોટીક (એટલે કે બીમાર પડે તો દવાની) કોઈ અસર નહી થાય અને તે ઘણું ખતરનાક પણ બની શકે છે.

એકસપાયરી ડેટ પુરી કરી ચૂકેલી દવાઓ હંમેશા અહીં તહીં ફેંકી દેવામાં આવે છે. જે નદીઓમાં ફેંકી દેવામાં આવે છે. આથી નદીમાં મોજૂદ બેકટીરીયા સતત એન્ટીબાયોટીકના સંપર્કમાં આવે છે અને ધીરે ધીરે તેમના જિન્સમાં એન્ટીબાયોપીક સાથે લડવા માટે પ્રતિરોધક ક્ષમતા વિકસીત થઈ જાય છે.

બેકટીરીયા બે પ્રકારના હોય છે, એક નોન પેથોજેનીક અને બીજા પેથોજેનીક નોન પેથોજેનીક બેકટીરીયાથી બીમારી નથી થતી, જયારે પેથોજેનીક બેકટીરીયાથી બીમારી થાય છે. અનેક બેકટીરીયા માનવ શરીરની ઈમ્યુન સીસ્ટમથી તરી જાય છે અને એન્ટી બાયોટીકની જરૂરત નથી પડતી. કેટલાય બેકટીરીયા મજબૂત હોય છે અને બીમારીનું કારણ બને છે.

પેથોજેનીક બેકટીરીયામાં એન્ટીબાયોટીક સાથે લડવાની પ્રતિરોધક ક્ષમતા ઉત્પન્ન થયા બાદ જો કોઈ વ્યક્તિ આવા બેકટીરીયાના સંપર્કમાં આવે છે તો તે ખૂબ જ ઝડપથી બીમાર પડી જાય છે અને તેના પર એન્ટી બાયોટીકની અસર નથી થતી.


Related News

Advertisement
Advertisement
Advertisement