પાકિસ્તાનના જડબામાંથી જીત છીનવી લેતું ઈંગ્લેન્ડ: છેલ્લી ઓવરમાં મારી લીધી બાજી

21 September 2022 12:25 PM
India Sports World
  • પાકિસ્તાનના જડબામાંથી જીત છીનવી લેતું ઈંગ્લેન્ડ: છેલ્લી ઓવરમાં મારી લીધી બાજી

રિઝવાન-બાબર સિવાયના પાક. બેટરો નિષ્ફળ: ઈંગ્લેન્ડ વતી હેલ્સ, બ્રુક્સ, મોઈન અલીએ પાકિસ્તાની બોલરોની કરી ધોલાઈ

નવીદિલ્હી, તા.21
કરાંચીના નેશનલ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડે પ્રથમ ટી-20 મુકાબલામાં પાકિસ્તાનને છ વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે અંગ્રેજોએ સાત ટી-20 મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. પહેલાં બેટિંગ કરતાં પાકિસ્તાને નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઈંગ્લેન્ડે 20મી ઓવરના બીજા બોલ પર જ ચાર વિકેટે 159 રનના લક્ષ્યાંકને હાંસલ કરી લીધો હતો.

કેપ્ટન બાબર આઝમ સાથે મોહમ્મદ રિઝવાને પાકિસ્તાનને શાનદાર શરૂઆત આપી અને ટીમને 80ના સ્કોર સુધી કોઈ નુકસાન થવા દીધું નહોતું. 85ના સ્કોર પર બાબર 31 રન બનાવીને આઉટ થઈ ગો અને ત્યારબાદ રિઝવાને હૈદર અલી સાથે મળીને ટીમને 100 રનને પાર પહોંચાડી હતી. 117ના સ્કોર પર મોહમ્મદ રિઝવાન આઉટ થયો હતો. આ પછી ટીમની સતત વિકેટો પડવા લાગતાં 20 ઓવરમાં સાત વિકેટે 157 રન જ બનાવી શકી હતી.

જવાબમાં ઈંગ્લેન્ડની શરૂઆત સારી રહી નહોતી અને ફિલિપ શોલ્ટ ત્રીજી ઓવરમાં જ શાહનવાઝ દહાનીનો શિકાર થયો હતો. આ પછી હેલ્સ-મલાને ટીમને 50 રનને પાર પહોંચાડી હતી. જો કે મલાન 20 રન બનાવીને હારિસ રઉફની બોલિંગમાં આઉટ થયો હતો. બેન ડકેટ પણ ઝડપથી પેવેલિયન પરત ફર્યો હતો.

આ પછી હેલ્સે હેરી બ્રુક સાથે મળીને ટીમને જીતની નજીક પહોંચાડી હતી. 142ના સ્કોર પર હેલ્સ આઉટ થયા બાદ બ્રુક અને મોઈ અલીએ 19.2 ઓવરમાં ટીમને જીત અપાવી દીધી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement