વાગડ પંથકમાં ખનીજ ચોરાએે ટોલટેક્સથી તથા વહીવટી તંત્રથી બચવા અપનાવ્યો ગુપ્ત માર્ગ

21 September 2022 12:26 PM
kutch
  • વાગડ પંથકમાં ખનીજ ચોરાએે ટોલટેક્સથી તથા વહીવટી તંત્રથી બચવા અપનાવ્યો ગુપ્ત માર્ગ

(ગની કુંભાર) ભચાઉ તા.21 : રાપરના ભીમાસરથી પલાસવાનો 10 કિલોમીટર લાંબો માર્ગ ભારે અવરલોડ વાહનોના કારણે બિસ્માર બન્યો ખનીજ ચોરો ટોલટેક્સ બચાવવા તેમજ વહીવટી તંત્ર થી બચવા ગુપ્ત માર્ગ અપનાવી રહ્યા છે મોટી તગળી કમાણી કરી રહ્યા છે સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડે છે. માર્ગ પરના ખાડા, કાદવ અને ઉખડી ગયેલી કાંકરીથી વાહનચાલકો પરેશાન બન્યા. રાપર તાલુકાના ભીમાસરથી પ્લાસવાને જોડતા આંતરિક માર્ગની હાલત અતિ બિસ્માર બની ગઈ છે .

10 કિલોમીટરનું અંતર ધરાવતા એક માર્ગીય રસ્તાની સ્થિતિ હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. જેના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. આ વિશે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર માર્ગ પરથી પસાર થતા ઓવરલોડ માટી ખનીજ ભરેલા વાહનોના કારણે માર્ગની દશા બગડી ગઈ છે. તંત્ર દ્વારા ઓવરલોડ પરિવહન કરતા વાહનો પર રોક લગાવી માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવે તે જરૂરી બન્યું છે. બે વર્ષ પૂર્વે બનેલો માર્ગ બિસ્માર બન્યો કચ્છમાં આ વર્ષે પડેલા વ્યાપક વરસાદ બાદ નાના મોટા અનેક માર્ગો પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયા છે જેના કારણે લોકોની પરેશાનીમાં વધારો થયો છે.

તેમાં ગ્રામીણ માર્ગોની હાલત વધુ દયનીય બની છે. આજ પ્રકારના ભીમાસર પ્લાસવા માર્ગની હાલત પણ ખુબજ બિસ્માર બની છે. માત્ર બે વર્ષ પૂર્વે પીએમ સડક યોજના હેઠળ નિર્માણ પામેલો માર્ગ હાલ ખસ્તા હાલતમાં જોવા મળી રહ્યો છે. માર્ગમાં અનેક સ્થળે ખાડાઓ પડી ગયા છે. તો પાથરવામાં આવેલી કાંકરી પણ ઉખડી ગઈ છે. તેમાં વરસાદી પાણી ભરાઈ રહેતા કાદવ કિચડ પણ જમા રહે છે. જેના કારણે લોકોને માર્ગ પરથી પસાર થાઉં દુસ્કર બન્યું છે માર્ગ પર અવરલોડ વાહનો અટકાવે તંત્ર દ્વારા આ સમસ્યાનું નિવારણ લવાય એવી લોકમાંગ ઉઠી છે.


Loading...
Advertisement
Advertisement