ગોંડલની ભૂવનેશ્વરી પીઠ ખાતે દર્શન કરી પૂજા-અર્ચના કરતા કેન્દ્રીયમંત્રી રૂપાલા

21 September 2022 12:30 PM
Gondal
  • ગોંડલની ભૂવનેશ્વરી પીઠ ખાતે દર્શન કરી પૂજા-અર્ચના કરતા કેન્દ્રીયમંત્રી રૂપાલા
  • ગોંડલની ભૂવનેશ્વરી પીઠ ખાતે દર્શન કરી પૂજા-અર્ચના કરતા કેન્દ્રીયમંત્રી રૂપાલા

અશ્ર્વપાલકોની બેઠક મળી: અશ્વોની ઘટતી સંખ્યા સહિતની બાબતોની ચર્ચા

(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ,તા.21 : ગોંડલ ના પ્રસિધ્ધ ભુવનેશ્વરી પીઠ ખાતે કેન્દ્રીય મંત્રી પરશોતમભાઇ રુપાલા એ મુલાકાત લઈ ભુવનેશ્વરી માતા નુ પુજા અર્ચન કરી દર્શન કર્યા હતા. આ વેળા આચાર્ય ઘનશ્યામજી મહારાજ, ભુવનેશ્વરી પીઠ ના અધ્યક્ષ ડો.રવિદર્શનજી એ મંત્રી રુપાલા નુ સ્વાગત કર્યુ હતુ.આ તકે મળેલી બેઠક માં કાઠીયાવાડી અને મારવાડી અશ્વપાલક સહકારી મંડળી - ગોંડલ તથા કાઠીયાવાડી હોર્ષ બ્રીડર્સ એશોસીએશન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ભારતસરકાર ના કૃષિ વિભાગના મંત્રી પરશોતમભાઈ રૂપાલા ની ઉપસ્થિતિમાં અશ્વો, તેની નસ્લ અને તેને લગતી તમામ બાબતોની વિગતો ચર્ચા કરવામાં આવી હતી.

ખાસ કરીને સરકાર દ્વારા ભારતકક્ષાએ તથા રાજ્યકક્ષાએ કામા મંડળી નું પદાર્પણ, કામગીરી અને પ્રોત્સાહન આપવાથી ભારતભરમાં નામશેષ થતી આ જાતી પુનરોત્થાન થઇ શકે તેવું ભારપૂર્વક જણાવવામાં આવ્યું તેના ભાગરૂપે તેના તરફથી આનુસંગિક યોજનાકીય બાબતો અને તેમાં આવતી ત્રપુતીઓ દુર કરવા ખુબ જ હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો હતો.બેઠકમાં રાજસ્થાન તથા ગુજરાત ભરના અશ્વ ને ચાહનારા, પાલકકર્તા અને લાગણી ધરાવતા મોટી સંખ્યામાં અશ્વપાલકો ઉપસ્થિત રહ્યા. 26 મી જાન્યુઆરી તેમજ 15 મી ઓગસ્ટ ના દિવસે દિલ્હી ખાતેની પરેડમાં થરો

બ્રીડની સાથોસાથ કાઠીયાવાડી તથા મારવાડી અશ્વનો પણ ઉપયોગ, કળા અને પરેડ માં સામેલ થાય તેવી તમામની લાગણી દર્શાવવામાં આવી હતી.ભવીષ્યના અશ્વોની ઘટતી સંખ્યા, ચિંતા, નિકાસ અને તેને લગતા વિવિધ પગલાઓની છણાવટ કરવામાં આવી હતી. બેઠક મા આચાર્ય ઘનશ્યામજી મહારાજ, અધ્યક્ષ ડો.રવીદર્શનજી ,સાંસદ રમેશભાઈ ધડુક, વલ્લભભાઈ કથીરિયા- ભૂતપૂર્વ ગોં સેવા આયોગ ચેરમેન, જસદણ દરબારસાહેબ સત્યજીતજી ખાચર, શામજીભાઈ ખુંટ, રાજેશભાઈ જાડેજા, અજીતસિંહ ગોહિલ તથા પશુપાલન ખાતાના અધિકારીઓ અને સ્ટડ ફાર્મ અને પ્રગતિશીલ અશ્વપાલકો હાજર રહ્યા હતા.


Loading...
Advertisement
Advertisement