મુન્નાભાઇ રબારીકાનું સન્માન કરતાં સામતભાઇ જેબલીયા

21 September 2022 12:49 PM
Botad
  • મુન્નાભાઇ રબારીકાનું સન્માન કરતાં સામતભાઇ જેબલીયા

કાઠી ક્ષત્રિય સમાજના ગૌરવ સમાન

બોટાદ, તા.21 : સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજનું ગૌરવ રબારીકા મુન્નાભાઈ વિંછીયા ને સુપ્રીમ કોર્ટેના આદેશથી તા.6-9-22 ના રોજ રાત્રે જેલ મુકિત થતાં આજે સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજ ના ઈષ્ટદેવ ભગવાન શ્રી સુર્યનારાયણ દેવના ધામ નવા સૂરજ દેવળ મંદિરે તા.7 ના 51000 એકાવન હજારનો થાળ ધરી જમણવાર પ્રસંગે નવા સૂરજ દેવળ મંદિરે દર્શને આવતા સમગ્ર કાઠીયાવાડના કાઠી ક્ષત્રિય સમાજ ની બહોળી ઉપસ્થિતિમાં મુન્નાભાઈ (વિંછીયા) સૂરજ દેવળ મંદિરે આવતા રજવાડી સાફો બાંધી સાલ ઓઢાડી શકિત રૂપેણ તલવાર અર્પણ કરી રજવાડી ઠાઠથી સન્માન કરતા ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજના સહમંત્રી બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા જોવા મળે છે.


Loading...
Advertisement
Advertisement